આઇસી15 ઇન્ડેક્સ 1293 પોઇન્ટ વધ્યો

ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં પાંચ દિવસનું ઘટાડાનું વલણ અટકીને બુધવારે મોટો ઉછાળો આવ્યો હતો. અમેરિકામાં ટેક્નોલોજી ક્ષેત્રની કંપનીઓની આવક સુધરવાની અસર તળે માર્કેટ ઉપર ગઈ હતી. બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15ના તમામ ઘટક કોઇન વધ્યા હતા. એમાંથી સોલાના, કાર્ડાનો, બિટકોઇન અને પોલીગોન 5થી 8 ટકા વધ્યા હતા.

દરમિયાન, યુનાઇટેડ કિંગડમની ફાઇનાન્શિયલ કન્ડક્ટ ઓથોરિટી દેશમાં ક્રીપ્ટો ક્ષેત્રના નિયમન માટે ઉદ્યોગના નિષ્ણાતો અને ક્રીપ્ટો કંપનીઓ સાથે ચર્ચાવિચારણા કરી રહી છે. બીજી બાજુ, કેલિફોર્નિયા સ્ટેટના ધારાસભ્યોએ ડિસેન્ટ્રલાઇઝ્ડ ઓટોનોમસ ઓર્ગેનાઇઝેશન્સને કાનૂની એન્ટિટી તરીકે માન્યતા અપાવવા માટેનો ખરડો રજૂ કર્યો છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 3.42 ટકા (1293 પોઇન્ટ) વધીને 39,136 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 37,843 ખૂલીને 39,198ની ઉપલી અને 37,760 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.