આઇસી15 ઇન્ડેક્સ 574 પોઇન્ટ વધ્યો

મુંબઈ વિશ્વના સૌથી મોટા અર્થતંત્ર – અમેરિકામાં ફુગાવાનો ડર ઘટી રહ્યો છે. બીજી બાજુ, ચીને પણ અનેક શહેરોમાં કોવિડ-19 સંબંધિત નિયંત્રણો હળવાં કર્યાં છે. આ ઘટનાને પગલે ચીનમાં વિકાસદર ફરી સુધરવાની આશા જન્મી છે. ક્રીપ્ટોકરન્સી માર્કેટ પર એની અસર થતાં સોમવારે માર્કેટના બેન્ચમાર્ક આઇસી15માં સુધારો થયો હતો. ઇન્ડેક્સના તમામ ઘટક કોઇન્સ વધ્યા હતા. મુખ્ય વધેલા કોઇન્સ લાઇટકોઇન, શિબા ઇનુ, સોલાના અને અવાલાંશ હતા, જેમાં 4થી 9 ટકાનો વધારો થયો હતો.

નોન ફંજિબલ ટોકન્સ (એનએફટી) ક્ષેત્રે હવે મ્યુઝિક એનએફટી લોકપ્રિય બની રહ્યા છે. તેની મદદથી શ્રોતાઓ સંગીતની ખરીદી તથા શેરિંગ કરી શકે છે અને સંગીતની રચના પણ કરી શકે છે. મ્યુઝિક એનએફટીની રચના બ્લોકચેઇન આધારિત છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.24 ટકા (574 પોઇન્ટ) વધીને 26,147 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 25,573 ખૂલીને 26,304ની ઉપલી અને 25,440 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
25,573 પોઇન્ટ 26,304 પોઇન્ટ 25,440 પોઇન્ટ 26,147 પોઇન્ટ

ડેટાનો સમયઃ 5-12-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]