મુંબઈઃ અમેરિકામાં કૃષિ ક્ષેત્ર સિવાયનાં ક્ષેત્રોના વેતનસંબંધી આંકડાઓ જાહેર થયા બાદ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડો નોંધાયો હતો. માર્કેટના બેન્ચમાર્ક – આઇસી15 ઇન્ડેક્સના બધા જ ઘટક કોઇનમાં ઘટાડો નોંધાયો હતો. ડોઝકોઇન, કાર્ડાનો, લાઇટકોઇન અને ચેઇનલિંકમાં 3થી 8 ટકા ઘટાડો થયો હતો. માર્કેટ કેપિટલાઇઝેશન 1.175 ટ્રિલ્યન ડોલર થયું હતું.
દરમિયાન, એએનઝેડ બેન્કે ગ્રોલો કાર્બન વેન્ચર્સના સહયોગથી કાર્બન ક્રેડિટના ટ્રેડિંગનો પ્રાયોગિક પ્રોજેક્ટ પૂરો કર્યો છે. પેરુની કેન્દ્રીય બેન્કે જાહેર કરેલા સંશોધનપત્ર મુજબ પેમેન્ટ સિસ્ટમ સુધારવા માટે તથા દેશમાં નાણાકીય લેણ-દેણનો ખર્ચ ઘટાડવા માટે રિટેલ સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સીની આવશ્યકતા વ્યક્ત કરવામાં આવી છે. બીજી બાજુ, કોઇનબેઝે કહ્યું છે કે અમેરિકનો વિદેશમાં નાણાં મોકલવા માટે લાખો ડોલરનો ખર્ચ કરે છે અને ક્રીપ્ટોકરન્સી એ ખર્ચ બચાવી શકે છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.23 ટકા (870 પોઇન્ટ) ઘટીને 38,112 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 38,982 ખૂલીને 39,360ની ઉપલી અને 37,992 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.