મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટ બુધવારે સાંકડી રેન્જમાં રહી હતી. માર્કેટના બેન્ચમાર્ક – આઇસી15 ઇન્ડેક્સના ઘટકોમાંથી એક્સઆરપી, લાઇટકોઇન, ડોઝકોઇન અને યુનિસ્વોપ 1થી 6 ટકાની રેન્જમાં વધ્યા હતા. મુખ્ય ઘટેલા કોઇન ચેઇનલિંક, સોલાના, શિબા ઇનુ અને અવાલાંશ હતા.
દરમિયાન, યુનાઇટેડ કિંગડમની નાણાં ખાતાની સમિતિએ ક્રીપ્ટોકરન્સીના નિયમન સંબંધેનો પોતાનો અહેવાલ રજૂ કર્યો છે. એમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ સમર્થન વગરની ક્રીપ્ટો એસેટ્સને નાણાકીય સિક્યોરિટી નહીં, પરંતુ જુગાર ગણવામાં આવવી જોઈએ.
બીજી બાજુ, ગ્લોબલ ફાઇનાન્શિયલ માર્કેટ્સ એસોસિયેશનના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ડિસ્ટ્રિબ્યુટેડ લેજર ટેક્નોલોજીનો નાણાકીય ક્ષેત્રે ઉપયોગ કરવામાં આવે તો એને લીધે વર્ષેદહાડે 100 અબજ ડોલરની બચત થઈ શકે છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.30 ટકા (114 પોઇન્ટ) ઘટીને 37,451 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 37,565 ખૂલીને 37,745ની ઉપલી અને 37,342 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
