મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં મંગળવારે પ્રારંભિક નરમાશ બાદ સાધારણ વૃદ્ધિ નોંધાઈ હતી. માર્કેટના બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15ના ઘટકોમાંથી ડોઝકોઇનને બાદ કરતાં તમામ કોઇન વધ્યા હતા. ચેઇનલિંક, અવાલાંશ, પોલકાડોટ અને લાઇટકોઇન 3થી 8 ટકાની રેન્જમાં વધ્યા હતા.
દરમિયાન, ક્રીપ્ટોકરન્સી ક્ષેત્રે રોકાણ વધી રહ્યું છે. પાછલા સપ્તાહે 114 મિલ્યન ડોલરનું રોકાણ આવતાં સતત ચાર સપ્તાહમાં કુલ 345 મિલ્યન ડોલરનું રોકાણ આવ્યું છે. બીજી બાજુ, ચીની બેન્કોએ હોંગકોંગમાં નિયમન હેઠળની ક્રીપ્ટો કંપનીઓ સાથે સહયોગ સાધવામાં રસ દાખવ્યો છે. ઉપરાંત, યુનાઇટેડ કિંગડમ અને ક્રીપ્ટો એક્સચેન્જ – કોઇનબેઝે ક્રીપ્ટોના નિયમન માટે સાથે મળીને કામ કરવાનું નક્કી કર્યું છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.25 ટકા (102 પોઇન્ટ) ઘટીને 40,114 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 40,012 ખૂલીને 40,140ની ઉપલી અને 39,391 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.