નવી દિલ્હીઃ જો તમે જમીન ખાલી ન રહેવાના કારણે શાકભાજીની ખેતી નથી કરી શકતાં, તો હવે ચિંતા કરવાની કોઈ જરુર નથી. બિહારમાં સરકારે હવે શહેરમાં હરિત ક્ષેત્ર વધારવા માટે ઘરની છત પર ગાર્ડનિંગની યોજના બનાવી છે. જેમાં હવે ઘરની છત પર લોકો શાકભાજી ઉગાડી શકે છે. આ માટે સરકાર 50 ટકા જેટલા પૈસા પણ આપશે. કૃષિ વિભાગની રુફટોપ ગાર્ડનિંગ નામની આ યોજના પ્રથમ ચરણમાં રાજ્યના પાંચ શહેરો- પટણા, મુઝફ્ફરપુર, ગયા, ભાગલપુર અને બિહાર શરીફમાં લાગુ થશે. જો આ શહેરોમાં આ પ્રયોગ સફળ થશે તો તેને બાદમાં અન્ય શહેરોમાં પણ લાગુ કરવામાં આવશે.
બિહારના કૃષિપ્રધાન પ્રેમસિંહ અનુસાર શાકભાજી ઉગાડવા માટે ન વધારે માટીની જરુર પડશે અને ન તો સિંચાઈ માટે વધારે પાણી જોઈશે. લાભાર્થીઓને પ્લાસ્ટિક સીટ, પોટ, કન્ટેનર, ટ્રે, બીજ સહિતની વસ્તુઓ આપવામાં આવશે. એક વ્યક્તિને એક જ યુનિટ આપવામાં આવશે. સરકારનું માનવું છે કે આ યોજનાના સફળ થયા બાદ શહેરના લોકોને પણ લીલા અને તાજા શાકભાજી મળી શકશે અને શહેરી વિસ્તારોમાં પર્યાવરણ સંતુલિત બનાવવામાં પણ મદદ પ્રાપ્ત થશે.
સિંહે જણાવ્યું કે શહેરી ક્ષેત્રોની ભાગદોડની જીંદગીમાં હરિત ક્ષેત્ર તૈયાર કરવાના ઉદ્દેશ્યથી બિહાર સરકાર ઘરની છતો પર બાગબાની કરવાને પ્રોત્સાહન આપવાની યોજનાને સ્વીકૃતિ આપી છે. છતો પર ગાર્ડનિંગ કરવા માટે પ્રતિ 300 વર્ગ ફૂટમાં કુલ ખર્ચ 50 હજાર રુપિયા સાથે રુફટોપ ગાર્ડનિંગ યોજનાને સ્વીકૃત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર 50 ટકા અને વધારેમાં વધારે 25 હજાર પ્રતિ યુનિટનો ખર્ચ આપશે. તેમણે જણાવ્યું કે આ શાકભાજીની સિંચાઈ અપેક્ષાકૃત ઓછા પાણીમાં કરી શકાશે, જેનાથી પાણીની માત્રાનો પણ વધારે ઉપયોગ નહી થઈ શકે.
રુફટોપ ગાર્ડનિંગ માટે છત પર શેડ નેટનું પણ નિર્માણ કરવામાં આવશે. રુફટોપ ગાર્ડન ખૂબ જ આધુનિક ટેક્નિકનો ઉપયોગ કરીને વિકસિત કરવામાં આવશે. છત પર પ્લાસ્ટીક શીટ લગાવવામાં આવશે. આમાં ઔષધીય સુગંધિત અને છોડ પણ લગાવવામાં આવશે. ઉદ્યાન નિર્દેશાલય અનુસાર છત પર ગાર્ડનિંગ વિકસિત કરવાથી સ્વાસ્થ્ય સંબંધીત ઘણા ફાયદા થશે. ઘરની છત પર ઉગેલા શાકભાજી ઓર્ગેનિક હશે અને તેમાં સંતુલિત માત્રામાં જૈવિક ખાતર નાંખવામાં આવશે. આનાથી બજારમાં વેચાતા રાસાયણિક ખાતરથી પકવવામાં આવેલા શાકભાજી ખાવા માટે લોકો મજબૂર નહી રહે, જેનાથી આ શાકભાજી ખાનારા વ્યક્તિની તબિયત પણ સારી રહેશે.
રાજ્યની શાળાઓ માટે પણ આ જ પ્રકારની યોજના બનાવવામાં આવી છે. રાજ્યના પાંચમા અને છઠ્ઠા ધોરણ સ્તરની 20 હજાર શાળાઓમાં પોષણ વાટિકા વિકસિત કરવાની યોજના બનાવવામાં આવી છે. આ અંતર્ગત રાજ્યની આ 20 હજાર શાળાઓથી જમીન અને મકાનની વિગતો માંગવામાં આવી છે, અહીંયા શાકભાજીનું ઉત્પાદન કરી શકાય છે. આમાં જૈવિક રીતે શાકભાજીનું ઉત્પાદન કરવામાં આવશે અને શાકભાજીનો ઉપયોગ મધ્યાહ્ન ભોજનમાં કરવામાં આવશે.
શિક્ષણ વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે આના માટે પ્રત્યેક શાળાઓમાં ખેતીનો સામાન ખરીદવા માટે સરકાર દ્વારા પૈસા આપવામાં આવશે અને આમાં શાળાના બાળકો પણ ગાર્ડનિંગમાં મદદ કરશે. આના માટે તમામ જિલ્લા કાર્યક્રમ પદાધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે. જિલ્લાના પ્રખંડોમાં શાળાઓનું સર્વેક્ષણ કરીને જમિનની ઉપ્લબ્ધતા અને મકાનની સ્થિતીનું વિવરણ માંગવામાં આવ્યું છે.