નવી દિલ્હીઃ મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યૂએબલ એનર્જીએ વર્ષ 2018-19 માટે સોલાર પ્રોડક્ટ્સના બેંચમાર્કની જાહેરાત કરી છે. આને ગત વર્ષની સરખામણીએ ઓછો રાખવામાં આવ્યો છે. આમાં રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટથી લઈને સોલાર સ્ટ્રીટ લાઈટ, સોલાર પંપ સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે. સરકાર દર વર્ષે નાણાકિય વર્ષ શરૂ થતા પહેલા જ બેંચમાર્ક કોસ્ટની જાહેરાત કરે છે પરંતુ આ વખતે 3 મહિના બાદ આ જાહેરાત કરવામાં આવી છે. ઈન્ડસ્ટ્રીને આ બેંચમાર્ક કોસ્ટથી ઓછી કીંમત પર માર્કેટમાં પ્રોડક્ટ વેચવાની હોય છે.
સરકારે સોલાર લેમ્પ અને સ્ટ્રીટની બેંચમાર્ક કોસ્ટ ઓછી કરી દીધી છે. ગત વર્ષે સોલાર લેમ્પનો ભાવ 340 રૂપીયા નક્કી કરવામાં આવ્યો હતો જેને આ વર્ષે ઘટાડીને 250 રૂપીયા કરી દેવામાં આવ્યો છે. સોલાર સ્ટ્રીટ લાઈટની કીંમત ગત વર્ષે 340 રૂપીયા હતી જેને આ વર્ષે ઘટાડીને 300 રૂપીયા કરી દેવામાં આવી છે. તો આ જ પ્રકારે ગત વર્ષે સ્ટ્રીટ લાઈટની કીંમત 475 રૂપીયા હતી જેને આ વર્ષે ઘટાડીને 435 રૂપીયા કરી દીધી છે.
તો સરકારે બેટ્રી બેકઅપ વાળા સોલાર પાવર પ્લાન્ટની કીંમત પણ ઘટાડી દીધી છે. તો સાથે જ સોલાર પંપની બેંચમાર્ક કોસ્ટ પણ ઘટાડી દેવામાં આવી છે. 3 એચપી વાળા પંપની કીંમત 1.20 લાખ રૂપીયાથી ઘટાડીને 85 હજાર કરવામાં આવી છે તો 3 થી 5 એચપી વાળા પંપની કીંમત 95 હજારથી ઘટાડીને 77 હજાર રૂપીયા કરી દેવામાં આવી છે તો 3 એચપી(એસી) વાળા પંપની કીંમત 1 લાખ રૂપીયાથી ઘટાડીને 80 હજાપ અને 3 થી 5 (એસી) વાળા પંપની કીંમત 85 હજાર રૂપીયાથી ઘટાડીને 65 હજાર રૂપીયા કરી દેવામાં આવી છે.