નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર નવી પેમેન્ટ વ્યવસ્થા દ્વારા ઈન્ટરેસ્ટ પેમેન્ટ્સ પર આશરે 10 હજાર કરોડ રુપિયાની બચત થાય તેવી અપેક્ષા રાખી રહી છે. આ રકમ આયુષ્માન ભારત અથવા મોદી કેરના ફંડિંગ જેટલી છે. આ સમગ્ર વિચાર સિસ્ટમમાં હાજર ફ્લોટ ઘટાડવાનું છે. ભંડોળ હવે મુક્ત કરવામાં આવશે, જ્યારે યોજનાઓ પર કામ કરનાર એજેન્સીઓને તેની જરૂરીયાત હશે.’ મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પલોયમેન્ટ ગેરન્ટી સ્કિમ (મનરેગા)મા લગભગ 50,000 થી 60,000 કરોડ રુપિયાનો ફ્લોટ હતો. તેને હવે પલ્બિક ફાઇનાંશિલય મેનેજમેન્ટ સિસ્ટમ(PFMS) પ્લેટફોર્મ પર લાવ્યા બાદ ઝીરો કરી દેવામાં આવ્યું છે.
PFMS એક એવી વ્યવસ્થા છે કે જે પેમેન્ટ્સ પ્રોસેસથી લઈને તેના ટ્રેકિંગ, મોનિટરિંગ, અકાઉન્ટિંગ અને રિપોર્ટિંગ સુધી એન્ડ ટુ એન્ડ સોલ્યુશન પ્રાપ્ત કરાવે છે. આને ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેંડિચર દ્વારા પ્રશાસિત અને કંટ્રોલર જનરલ દ્વારા લાગુ કરવામાં આવ્યું છે. આ એક એકીકૃત પ્લેટફોર્મ છે જે ફંડને મોનિટર કરે છે અને એ વાતનું ધ્યાન રાખે છે કે લાભ છેવાડાના લોકો સુધી પહોંચે.
પ્રાપ્ત વિગતો અનુસાર આશરે 20 લાખ સરકારી એજન્સીઓ પૈકી 1 લાખને આ પ્લેટફોર્મ સાથે જોડવામાં આવી છે. ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ્સ પણ હવે PFMS સાથે જોડાશે. તો કંટ્રોલર જનરલ ઓફ અકાઉન્ટ્સ રક્ષામંત્રાલયના આ સપ્તાહે એક પ્રેઝન્ટેશનની તૈયારી કરી રહ્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે પીએફએમએસ તેના માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. અત્યાર સુધી આ વિભાગો પાસે પોતાની કેશ મેનેજમેન્ટ સીસ્ટમ છે. 28 માર્ચના રોજ , 71,633.45 કરોડ રુપિયા પીએફએમએસ પોર્ટલ દ્વારા ડિજિટલી ટ્રાંસફર કરવામાં આવ્યા હતા.