નવી દિલ્હી: આજનો યુગ ગૂગલનો યુગ કહેવાય છે. આપણે સામાન્યમાં સામાન્ય બાબત માટે ગૂગલનો ઉપયોગ કરીએ છે. આ હવે આપણી આદત બની ગઈ છે. પરંતુ આપણે એ નથી જાણતા કે, જે પણ જાણકારી આપણે ગૂગલ આપે છે એમાં લખેલું કન્ટેન્ટ ગૂગલ પોતે તૈયાર નથી કરતું, ગૂગલ માત્ર એક ઓનલાઈન પ્લેટફોર્મ છે. અહીં યુઝર્સને સર્ચના આધારે જૂદી જૂદી વેબસાઈટની લિન્ક જોવા મળે છે, એથી જરૂરી નથી કે, ગૂગલ પર તમે જે કંઈ પણ સર્ચ કરો છો તે બધી માહિતી સાચી અને સટીક જ હોય. અમે તમને અહીં એવી 10 વસ્તુઓ અંગે જાણકારી આપી રહ્યા છીએ, જેને ગૂગલ પર સર્ચ કરવાથી બચવુ જોઈએ.
કોઈ પણ બેંકની ઓનલાઈન વેબસાઈટ:
સામાન્ય રીતે કદી કોઈ પણ બેંકની ઓનલાઈન બેંકિંગ વેબસાઈટને ગૂગલ પર સર્ચ ન કરો. તમે એવું ત્યારે જ કરો જ્યારે તમને એ વેબસાઈટનો સાચો URL ન ખબર હોય. આવુ એટલા માટે કે તમે ઓફિશિયલ વેબસાઈટની જગ્યાએ તમારા બેંકના લોગઈન પાસવર્ડ કોઈ ફેક વેબસાઈટ પર નાંખી દો, જેથી હેકર્સ પોતાની ડિટેઈલનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે.
કોઈ પણ કંપનીનો Customer Care નંબર સર્ચ ન કરો:
છેતરપીંડિ આચરનારા બોગસ બિઝનેસ લિસ્ટિંગ અને નકલ કસ્ટમર કેર નંબર બનાવીને યૂઝર્સને ચૂનો લગાવી શકે છે. ગૂગલ પર કસ્ટમર કેર નંબર સર્ચ સૌથી સામાન્ય કૌંભાડ છે.
એપ્લિકેશન અને સોફ્ટવેર ડાઉનલોડ:
મોબાઈલ એપ માટે હમેશા ઓફિશિયલ એપ સ્ટોર Google Play અથવા અન્ય એપ્લિકેશન સ્ટોરનો ઉપયોગ કરવો જોઈએ. ગૂગલ પર એપ્સ અને સોફ્ટવેર સર્ચ કરવા પર તમે વાયરસનો શિકાર બની શકો છો.
દવા કે બીમારીના લક્ષણો:
સામાન્ય રીતે લોકો બીમાર થવા પર ડોક્ટરને છોડીને ગૂગલ પર તેની સારવાર માટે સર્ચ કરતા હોય છે. આવુ ન કરવું જોઈએ. આ ઉપરાંત કદી પણ ગૂગલ પર બીમારી સંબંધિત જાણકારીના આધાર પર દવાઓ ન ખરીદવી જોઈએ.
પર્સનલ ફાઈનાન્સ અને સ્ટોક માર્કેટની સલાહ:
ગૂગલ પરથી કદી પણ પર્સનલ ફાઈનાન્સ અને સ્ટોક માર્કેટમાં રોકાણ સંબંધિત સલાહ લેવી હિતાવહક નથી. ગૂગલ સર્ચ કરવા પર જ્યારે કોઈ ઓથેન્ટિક સોર્સ ન મળે ત્યારે આપણે નાણાકીય લેવડદેવડ સંબંધિત ચૂનો લાગી શકે છે.
સરકારી વેબસાઈટ:
છેતરપીંડિ આચરનારા સૌથી વધુ સરકારી વેબસાઈટોમાં ખાસ કરીને બેંકિંગ, મ્યુનિસિપાલિટી અથવા હોસ્પિટલની વેબસાઈટને નિશાન બનાવે છે. જેથી ઓરિજનલ વેબસાઈટની ઓળખ કરવી મુશ્કેલ બની જાય છે.
સોશિયલ મીડિયા લોગઈન પેજ:
સોશિયલ મીડિયા એક્સેસ કરવા માટે હમેશા ડાયરેક્ટ તેમના URL થી સર્ચ કરવું જોઈએ. ગૂગલ પર કોઈ પણ સોશિયલ મીડિયાનું Login પેજ સર્ચ કરવુ મોટા ખતરાની નિશાની છે. કારણ કે, હેકર્સોએ સોશિયલ મીડિયાના નામે ખોટા લોગઈન પેજ બનાવેલા હોય છે.
ઈ-કોમર્સ વેબસાઈટ ઓફર્સ:
ગૂગલ પર ઈ-કોમર્સ વેબસાઈટની ઓફર્સના નામે નકલી પેજની ભરમાર છે. સ્પામર્સ લોકો આ પ્રકારના નકલી પેજ પરથી યૂઝર્સની બેંકિંગ ડિટેલ ચોરી લે છે.
ફ્રી એન્ટી-વાયરસ:
ગૂગલ પર એન્ટી-વાયરસ એપ્સ અને સોફ્ટવેર સર્ચ કરવાથી બચવુ જોઈએ. કારણ કે, બોગસ એપ્સ કે સોફ્ટવેરને ઈન્સ્ટોલ કરવાથી તમારી ડિવાઈસમાં વાયરસ આવવાનો ખતરો રહે છે.
કૂપન કોડ:
જો તમને શોપિંગ માટે કૂપન કોડ મળે છે તો સારી વાત છે પણ કયારેય ગૂગલ પર કૂપન કોડ સર્ચ ન કરવો જોઈએ, કારણ કે ઘણી વખત નકલી વેબસાઈટ સસ્તા કૂપન વેંચીને તમને લલચાવી શકે છે. જેનાથી તમારી બેંકિંગ ડિટેલ ચોરી થવાનો ખતરો રહે છે.