ખુશખબરી!! LICમાં બમ્પર ભરતી, આ રીતે કરો આવેદન

નવી દિલ્હી:  લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) દેશના બેરોજગારો માટે બમ્પર નોકરીઓ લઈને આવી રહ્યું છે. સરકારી નોકરી મેળવવા માટે તનતોડ મહેનત કરી રહેલા ઉમેદવારો માટે ગોલ્ડન ચાન્સ સમાન છે. એલઆઈસી આસિસ્ટન્ટના ખાલી પદો પર 8000 હજારથી વધારે ભરતી કરવા જઈ રહ્યું છે. આ ભરતીને લઈને એલઆઈસી તરફથી નોટિફિકેશન પણ જાહેર કરી દેવામાં આવ્યું છે.

આ ભરતી માટે દેશના જૂદા જૂદા ક્ષેત્રોમાં સ્થિત ડિવીઝનલ ઓફિસોમાં આસિસ્ટન્ટના ખાલી પદો ભરવામાં આવશે. જેમાં સેન્ટ્રલ, ઈસ્ટર્ન સેન્ટ્રલ, નોર્થન, નોર્થન સેન્ટ્રલ, સાઉથર્ન, સાઉથ સેન્ટ્રલ, અને વેસ્ટર્ન ઝોન સામેલ છે.

હક્કીકતમાં એલઆઈટીમાં પરીક્ષાની પેટર્ન બેંક ક્લાર્ક અને PO ભરતી પરીક્ષાની જેમ જ છે. મીડિયા રિપોર્ટ અનુસાર LIC આસિસ્ટન્ટ/ક્લાર્ક ભરતી માટે ઓનલાઈન પ્રક્રિયા 17 સપ્ટેમ્બર, 2019 થી શરુ થઈ રહી છે. ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ 1 ઓક્ટોબર 2019 છે.

એલઆઈસી જૂદા જૂદા ક્ષેત્રોમાં સ્થિત કાર્યાલયો પર આસિસ્ટન્ટના ખાલ પડેલા 8000થી વધુ પદો પર ભરતી કરવા જઈ રહી છે, જેમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અસમ, મિઝોરમ, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, મેઘાલય, મણિપુર, આંદમાન અને નિકોબાર, બિહાર, ઝારખંડ, ઓડિશા, દિલ્હી, રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીર, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, તામિલનાડુ, કેરળ, પુંડુચેરી, લક્ષદ્વીપ, અરુણાચલ પ્રદેશ, કર્ણાટકનો સમાવેશ થાય છે.

ઉમેદવારોની પસંદગી પ્રિલિમિનરી અને મુખ્ય એમ બે પરીક્ષાના આધાર પર કરવામાં આવશે. બંન્ને પરીક્ષા ઓનલાઈન મોડ પર હશે. મુખ્ય પરીક્ષામાં પસંદગી પામનાર ઉમેદવારોને ફાઈનલ ઈન્ટરવ્યૂ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવશે. ત્યારબાદ સિલેક્ટેડ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરીને પોસ્ટિંગ આપવામાં આવશે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]