મુંબઈ – બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 13 જાન્યુઆરી, 2020ના રોજ 315મી કંપની ગિયાન લાઈફ કેર લિ. લિસ્ટ થઈ હતી. ગિયાન લાઈફ કેરનો રૂ.10ની મૂળ કિંમતના 14,16,000 ઈક્વિટી શેર્સનો કુલ રૂ.311.52 લાખનો પબ્લિક ઈશ્યુ 3 જાન્યુઆરી, 2020ના રોજ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. ઈક્વિટી શેર્સ રૂ.22ની કિંમતે ઓફર કરવામાં આવ્યા હતા.
ગિયાન લાઈફ કેર ઉત્તર પ્રદેશ સ્થિત કંપની છે, જેની રજિસ્ટર્ડ ઓફિસ કાનપુરમાં છે. કંપની કાનપુર અને તેના નજીકના વિસ્તારોમાં ડાયગ્નોસ્ટિક અને તેના સંબંધિત હેલ્થકેર ટેસ્ટ સેવાઓ જેમ કે, પેશન્ટ ડાયગ્નોસ્ટિક સર્વિસ અને પ્રિવેન્શન એન્ડ વેલનેસ ડાયગ્નોસ્ટિક સર્વિસની વિશાળ શ્રેણી પૂરી પાડે છે.
બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટેડ 315 કંપનીઓએ 13 જાન્યુઆરી, 2020 સુધીમાં રૂ.3,281.95 કરોડની રકમ એકત્ર કરી છે અને તેમનું કુલ માર્કેટકેપિટલાઈઝેશન રૂ.18,218.75 કરોડ છે. બીએસઈ આ ક્ષેત્રમાં 60.46 ટકાના બજાર હિસ્સા સાથે માર્કેટ લીડર છે.