HDFC, IOC, એક્સિસ ફાઈનાન્સ, જીઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ કમર્શિયલ પેપર્સને BSEમાં લિસ્ટ કરશે

મુંબઈ – હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પોરેશન (એચડીએફસી), ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, એક્સિસ ફાઈનાન્સ અને જીઆઈસી હાઉસિંગ ફાઈનાન્સે એવી જાહેરાત કરી છે કે તેઓ તેમના કમર્શિયલ પેપર્સના ઈશ્યુને દેશના અગ્રણી શેરબજાર બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ)ના બીએસઈ બોન્ડ પ્લેટફોર્મ પર લિસ્ટ કરશે.

હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પોરેશનનો રૂ. 2000 કરોડનો, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનનો રૂ.1600 કરોડનો, એક્સિસ ફાઈનાન્સનો રૂ. 275 કરોડનો અને જીઆઈસી હાઉસિંગ ફાઈનાન્સનો રૂ. 200 કરોડનો ઈશ્યુ બીએસઈ બોન્ડ પ્લેટફોર્મ પર 17 ડિસેમ્બર, 2019થી લિસ્ટ થશે.

અત્યાર સુધીમાં 12 ઈશ્યુઅરોના રૂ.14,220 કરોડના કમર્શિયલ પેપર્સના 23 ઈશ્યુઓ લિસ્ટ કરવામાં આવ્યા છે. આ ઈશ્યુઝની સરેરાશ 98 દિવસની મુદત પરનું વેઈટેડ એવરેજ યીલ્ડ 5.20 ટકા રહ્યું છે.