ઈન્ડિયા ઈન્ટરનેશનલ એક્સચેંજના સભ્યો મોસ્કો એક્સચેંજમાં ટ્રેડિંગ કરી શકશે

મુંબઈ – ગુજરાતના ગિફ્ટ સિટીમાં ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટરમાં આવેલા ઈન્ડિયા ઈન્ટરનેશનલ એક્સચેંજ (આઈએનએક્સ)ને સોવા કેપિટલ મારફત મોસ્કો એકસચેંજ (મોએક્સ)માં ટ્રેડિંગ કરવાની નિયમન સંસ્થા ‘સેબી’એ મંજૂરી આપી છે.

આ એકસચેંજ (ઈન્ડિયા આઈએનએક્સ) બીએસઈની સબસિડીયરી છે.

મોસ્કો એક્સચેંજ ઓઈલ, ગોલ્ડ અને અન્ય કિંમતી ધાતુના  ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગમાં સ્પેશ્યલાઈઝેશન ધરાવે છે. આ ઉપરાંત તે ઈક્વિટી, કરન્સી, સિંગલ સ્ટોક ફ્યુચર્સમાં પણ ટ્રેડિંગ કરે છે.

ઈન્ડિયા આઈએનએક્સના સભ્યોને આ ટ્રેડિંગમાં ભાગ લેવાનો લાભ મળી શકે એ માટે એક્સચેંજે  સોવા કેપિટલ સાથે કરાર કર્યા છે. જેને નિયમનકારની મંજૂરી  મળી ગઈ છે.

સોવા કેપિટલ મોસ્કો એક્સચેંજની સભ્ય છે. આ કરારના ભાગરૂપ સોવા કેપિટલ ઈન્ડિયા આઈએનએક્સની સભ્ય બનવાની પણ દરખાસ્ત ધરાવે  છે.

આ સાથે બીએસઈ ગ્રુપ અને મોસ્કો એક્સચેંજ ગ્રુપ વચ્ચે વેપાર સંબંધ વધવાની આશા છે. જે ભારત અને રશિયા વચ્ચેના સંબંધને પણ વધુ ગાઢ બનાવશે.

ઈન્ડિયા આઈએનએક્સના સીઈઓ અરુણકુમાર ગણેસનના જણાવ્યાનુસાર આ કરારને પગલે ઈન્ટરનેશનલ એક્સચેંજમાં કાર્યરત ગ્લોબલ ઈન્વેસ્ટરોને પણ તેનો લાભ પ્રાપ્ત થશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]