ખાદ્ય-મંત્રાલયના રાશનની દુકાનોની આવક વધારવા CSC સાથે કરાર

નવી દિલ્હીઃ ગ્રાહકોને લગતી બાબતોના મંત્રાલય હેઠળ આવતા ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન ડિપાર્ટમેન્ટ (DFPD)એ ફેર પ્રાઇસ શોપ (FPS)ની આવક અને વેપારની તકોને વધારવા માટે CSC ઈ-ગવર્નન્સ સર્વિસિસ ઇન્ડિયા લિ. સાથે MoU પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં રસ ધરાવતા ડીલર્સના માધ્યમથી CSC સેવાનો પૂરી પાડવા માટે કરિયાણાની દુકાનો માટે વેપારની તકો અને આવક વધારવામાં આવશે.

આ MoU હેઠળ ગ્રાહકો સાથે સંકળાયેલી વધારાની સુવિધાઓ જેમ કે વીજળી, પાણી, પાસપોર્ટ અરજી, PAN અરજી, ચૂંટણી કાર્ડને લગતી સેવાઓ સહિત અન્ય બિલોની ચુકવણી કરાવવાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેના દ્વારા FPSને વધારાની કમાણી થઈ શકે.

CSC સર્વિસના વિતરણ માટે ડિજિટલ સેવા પોર્ટલ (DSP) સુધી રસ ધરાવતા FPS ડીલરોના એક્સેસ માટે વ્યક્તિગત રીતે રાજ્ય સરકારો સાથે દ્વિપક્ષી સમજૂતી કરાર કરશે. વળી, CSC ટેક્નિકલ માહિતી અને ક્ષમતા વધારવા સાથે શેર કરવા માટે પ્રતિબદ્ધ છે. આ સાથે ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન ડિપાર્ટમેન્ટ ખાદ્યાન્નની  સમયસર પ્રાપ્તિ અને વિતરણ માટે ખાતરી આપે છે.

વળી, ગ્રાહકોને સુવિધા માટે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા અપાતી સુવિધાઓ જેમ કે રેશન કાર્ડની સુવિધા, રેશન કાર્ડ અપડેટ કરવું, આધાર સીડિંગની અરજી, રાશનની ઉપલબ્ધતાની સ્થિતિ તપાસ અને ફરિયાદની નોંધણી  કરી શકાય છે.  આ  MoU પર DFPDનાં ડેપ્યુટી સેક્રેટરી જ્યોત્સ્ના ગુપ્તા અને CSCના વાઇસ પ્રેસિડેન્ટ સાર્થક સચદેવાએ હસ્તાક્ષર કર્યા હતા. જેથી રાશનની દુકાનોને CSC સેવા કેન્દ્રો તરીકે વિકસિત કરવામાં આવશે, જેમાં CSC કેન્દ્રોને વધારાની સેવાઓની પસંદગી માટે કહેવામાં આવશે.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]