નવી દિલ્હીઃ એક વિશેષ સમિતિ દ્વારા રાષ્ટ્રીય ન્યૂનતમ વેતન નક્કી કરવાની કાર્યપ્રણાલીનું નિર્ધારણ કરવાની ભલામણ કરવામાં આવી છે. મોદી સરકારને ભલામણ કરાઈ છે કે ન્યૂનતમ મજૂરી 9,750 રુપિયા પ્રતિ માસ અથવા પાંચ ક્ષેત્રમાં 8,892 રુપિયા પ્રતિ માસથી લઈને 11,622 રુપિયા પ્રતિ માસ કરવાની સલાહ આપવામાં આવી છે. મજૂરોના કૌશલ, ક્ષેત્રો, વ્યવસાયો અને ગ્રામીણ શહેરી વિસ્તારો સિવાય દેશમાં તમામ મજૂરોને કવર કરનારા રાષ્ટ્રીય ન્યૂનતમ વેતનનો આધાર બની શકે છે.
7 સભ્યો વાળી વિશેષજ્ઞ પેનલના રિપોર્ટને જાન્યુઆરીમાં રજૂ કરવામાં આવ્યો હતો તેને ગુરુવારના રોજ પરામર્શ માટે સાર્વજનિક કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં અતિરિક્ત મકાન ભાડાની ભલામણ કરવામાં આવી છે જે સરેરાશ પ્રતિ દિવસ 55 રુપિયા છે એટલે કે શહેરી શ્રનિકો માટે પ્રતિ માસ 1430 રુપિયા રાષ્ટ્રીય ન્યૂનતમ મજુરી ઉપર ઘરનું ભાડુ. જો કે આ ભાડાભથ્થું શહેર અને શહેરના પ્રકારના અનુસાર અલગ-અલગ હોઈ શકે છે. પેનલમાં શહેર અને શહેરના પ્રકારથી શહેર પ્રતિપૂરક ભાડા ભથ્થાને નિર્ધારિત કરવા માટે એક અલગ અધ્યયન કરવાની ભલામણ કરવામાં આવી છે.
સમિતિનો વિચાર છે કે ભારત માટે રાષ્ટ્રીય ન્યૂનતમ વેતનનું એકલ મૂલ્ય પ્રતિ દિન 375 રુપિયા અથવા 9,750 રુપિયા પ્રતિમાસ નિર્ધારિત કરવા જોઈએ. વૈકલ્પિક રુપથી ક્ષેત્ર માટે વિવિધ સામાજિક-આર્થિક અને શ્રમ બજાર સ્થિતીઓ સાથે પાંચ અલગ-અલગ ક્ષેત્રો માટે રાષ્ટ્રીય ન્યૂનતમ વેતન નિર્ધારિત કરવાની ભલામણ કરી છે. ક્ષેત્ર એક માટે 8892 રુપિયા પ્રતિ માસ, ક્ષેત્ર 2 માટે 9880 રુપિયા પ્રતિ માસ, ક્ષેત્ર 3 માટે 10764 રુપિયા પ્રતિ માસ, ક્ષેત્ર 11622 રુપિયા પ્રતિ માસ અને ક્ષેત્ર 5 માટે 10036 રુપિયા પ્રતિમાસ નિર્ધારિત કરવા જોઈએ.
ક્ષેત્ર એકમાં અસમ, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓડિશા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. ક્ષેત્ર 2માં આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, જમ્મૂ અને કાશ્મીર અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. ક્ષેત્ર 3 માં ગુજરાત, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, તમિલનાડુનો સમાવેશ થાય છે. ક્ષેત્ર 4 માં દિલ્હી, ગોવા, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને પંજાબનો સમાવેશ થાય છે. તો આ સાથે જ ક્ષેત્ર 5માં અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, નાગાલેંડ, સિક્કિમ, મિઝોરમ અને ત્રિપુરાનો સમાવેશ થાય છે.