સુપરજમ્બો ડબલડેકર A380 વિમાનનું ઉત્પાદન બંધ, આ કારણે થયું બંધ

પેરિસઃ યૂરોપીય વિમાન કંપની એરબસે જાહેરાત કરી છે કે તે પોતાના સુપરજમ્બો ડબલડેકર એ 380 વિમાનનું ઉત્પાદન બંધ કરવા જઈ રહી છે. આ વિમાનને યાત્રીઓથી ખૂબ સરાહના પ્રાપ્ત થઈ છે પરંતુ મોટા ખર્ચના કારણે એરલાઈન્સ કંપનીઓ આમાં રુચી નથી બતાવી રહી જેના કારણે એરબસે આ પગલું ભરવું પડ્યું છે. આ એક પ્લેનની કીંમત આશરે 3 હજાર કરોડથી વધારે છે. ત્યારે આ નિર્ણયથી આશરે 3500 લોકોની નોકરી જવાનો ખતરો પેદા થયો છે.

પોતાના નિવેદનમાં કંપનીએ કહ્યું કે તે 2021 થી એ380 વિમાનોનો સપ્લાય બંધ કરશે. આ વિમાન એક દશકથી વધારે સમયથી પરિચાલનમાં છે. દુબઈની એરલાઈન્સ એમિરેટ્સે આ વિમાનના પોતાના ઓર્ડરમાં 39 વિમાનોનો ઘટાડો કરી દીધો છે. તેમણે પોતાના આ વિમાનના ઓર્ડરને 162થી ઘટાડીને 123 વિમાન કરી દીધા છે. ત્યારબાદ એરબસે જણાવ્યું કે આને ધ્યાનમાં રાખતા તે 2021 થી એ380 વિમાનોનો સપ્લાય બંધ કરશે.

આ દુનિયાનું સૌથી મોટુ પ્લેન છે. આ વિશાળ પ્લેનમાં 575 થી 853 લોકોની બેસવાની વ્યવસ્થા છે. આ પ્લેન 72.72 મીટર લાંબુ અને 24.09 મીટર ઉંચુ છે. તો આનું વિંગસ્પેન 79.75 મીટર સુધીનું છે. આને ફ્રાંસ, જર્મની, યૂકે અને સ્પેનથી આવનારા પાર્ટ્સને જોડીને બનાવવામાં આવે છે. આ પ્લેનની વિન્ડોઝ અન્ય પ્લેનના મુકાબલે મોટી છે. અંદર જ કેટલીક દુકાનો અને બાર સહિતની સુવિધા છે.

આ પ્લેનના રખરખાવમાં મહેનત લાગે છે અને ઈંધણનો વપરાશ પણ વધારે છે. A380 ના ભવિષ્ય પર શરુઆતથી સંદેહ રહ્યો છે. તે યૂએસ કંપની બોઈંગ દ્વારા બનાવવામાં આવેલા પ્લેન 747 ને ટક્કર આપવા ઈચ્છતું હતું જેમાં 400 થી વધારે લોકોની બેસવાની જગ્યા છે. પરંતુ આમ ન થઈ શક્યું. 2005 થી અત્યારસુધી કંપનીને કુલ 320 અને  A 380 નો જ ઓર્ડર મળ્યો હતો. આના કારણે કંપની સતત ખોટમાં ચાલી રહી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]