નવી દિલ્હીઃ યૂરોપિયન યૂનિયને આઈટી પ્રોડક્ટ્સ પર ઈમ્પોર્ટ ડ્યૂટી લગાવવાને લઈને ભારત વિરુદ્ધ વિશ્વ વ્યાપાર સંગઠન એટલે કે WTO માં કેસ કર્યો છે. આ સાથે જ ઈયૂએ તુર્કી વિરુદ્ધ પણ આવી જ કાર્યવાહી કરી છે જે ફાર્માસ્યુટિકલ પ્રોડ્યૂસર્સને પ્રભાવિત કરવા માટે પગલા ભરવા સાથે જોડાયેલી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, યૂરોપિયન યૂનિયનના 28 દેશોની ટ્રેડ પોલિસી પર નજર રાખનારા યૂરોપિયન કમીશને મંગળવારના રોજ એક નિવેદનમાં કહ્યું કે આને લઈને ઈયૂથી પ્રતિવર્ષ થનારા 1 અબજ યૂરોના એક્સપોર્ટ પર અસર પડી છે.
કમીશને કહ્યું કે ભારતના મામલે ઈયૂએ આઈટી પ્રોડક્ટ્સની એક વ્યાપક રેન્જ પર 7.5 ટકા અને 20 ટકા વચ્ચે ઈમ્પોર્ટ ડ્યૂટી લગાવવાના નિર્ણયને પડકાર્યો છે. આ પ્રોડક્ટ્સમાં મોબાઈલ ફોન અને કમ્પોનેન્ટ્સ સાથે ઈન્ટીગ્રેટેડ સર્કિટ પણ શામિલ છે.
તુર્કી વિરુદ્ધ મામલામાં કમીશને કહ્યું કે ઈયુ આ પગલાને પડકારી રહ્યું છે, જેને લઈને ફાર્માસ્યુટિકલ પ્રોડ્યુસર્સ પોતાનું પ્રોડક્શન તુર્કીમાં શિફ્ટ કરવા મજબૂર બન્યા છે. ડબલ્યૂટીઓ વિવાદના સેટલમેન્ટના પ્રથમ પગલા તરીકે પરામર્શ માટે 60 દિવસનો સમય આપવામાં આવે છે. જો પરામર્શમાં કોઈ સમાધાન ન નીકળે તો ઈયૂ આ મામલે ડબલ્યૂટીઓ પેનલને નિર્ણય સંભળાવવા અનુરોધ કરી શકે છે.