નવી દિલ્હીઃ ઈપીએફઓ ચાલુ નાણાંકીય વર્ષ માટે 8.65 ટકાનો વ્યાજદર ચાલુ રાખી શકે છે. આનાથી ઈપીએફઓના પાંચ કરોડ ખાતેદારોને ફાયદો થશે. ઈપીએફઓએ આ નાણાંકીય વર્ષમાં પોતાના ઈક્વિટી પોર્ટફોલિયોમાં સામાન્ય પ્રોફિટ બુકિંગ કર્યું છે. ઈપીએફઓએ વ્યાજદરમાં ઘટાડો કરીને 8.5 ટકા વ્યાજ આપવા વિચાર કર્યો હતો.
પ્રોવિડંડ ફંડ ડિપોઝિટ પર વ્યાજનો મુદ્દો જે ઈપીએફઓના સેન્ટ્રલ બોર્ડના ટ્રસ્ટીઓની બેઠકમાં ઉઠી શકે છે. સામાન્ય રીતે ઈપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ વર્ષ પૂર્ણ થયા પહેલા વ્યાજદર નક્કી કરે છે. પ્રાપ્ત માહિતી અનુસાર વર્તમાન નાણાકીય વર્ષ પૂર્ણ થવામાં માત્ર એક મહિના જેટલો જ સમય બાકી છે અને એટલા માટે જ આ મુદ્દો બેઠકમાં ઉઠી શકે છે. જો કે આ મુદ્દો બેઠકના ચર્ચાના એજન્ડામાં સમાવેશ થયો નથી.