બીએસઈ-એસએમઈ પ્લેટફોર્મ પર એકેનિસ સોફ્ટવેર લિસ્ટ થઈ

મુંબઈ તા. 7 માર્ચ, 2022: બીએસઈ એસએમઈ પર 364મી કંપની એકેનિસ સોફ્ટવેર લિમિટેડ લિસ્ટ થઈ છે. કંપનીએ રૂ.10ની મૂળ કિંમતના 4 લાખ શેર્સ રૂ.72ના ભાવે ઓફર કરીને રૂ.2.88 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો પબ્લિક ઈશ્યુ 24 ફેબ્રુઆરી, 2022ના રોજ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

એકેનિસ સોફ્ટવેર આઈટી સોલ્યુશન અને સોફ્ટવેર ટ્રેનિંગ્સ ઈઆરપી સોલ્યુશન, લર્નિંગ મેનેજમેન્ટ સોલ્યુશન, થ્રીડી પ્રિન્ટિંગ, ડિજિટલ પ્રિન્ટિંગ અને પેકેજિંગ ડિઝાઈન કન્સલ્ટન્સી ક્ષેત્રમાં છે. કંપની બિઝનેસ પ્રોસેસ એનાલિસિસ, સિસ્ટમ ડિઝાઈન, ટેકનિકલ સલાહ, અમલ, તાલીમ અને સપોર્ટ સર્વિસીસ પૂરી પાડે છે. તે એસએપી ઈઆરપીની સ્પેશિયાલિસ્ટ કંપની છે.

બીએસઈ એસએમઈ પરથી 131 કંપનીઓ મેઈન બોર્ડમાં સ્થળાંતર કરી ગઈ છે. લિસ્ટેડ 363 કંપનીઓએ બજારમાંથી રૂ.3,841.66 કરોડ એકત્ર કર્યા છે, જેનું 4 માર્ચ, 2022ના રોજ માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.47,221.68 કરોડ રહ્યું હતું. બીએસઈ 61 ટકા બજાર હિસ્સા સાથે આ ક્ષેત્રમાં મોખરે છે.