આઇસી15 ઇન્ડેક્સમાં 911 પોઇન્ટનો ઘસારો 

મુંબઈઃ અમેરિકામાં ફેડરલ રિઝર્વ વ્યાજદરના વધારા વિશે બુધવારે નિર્ણય લે એની પહેલાં ઈક્વિટી અને ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં નરમાશ આવી ગઈ છે. ભૂરાજકીય તંગદિલીની સ્થિતિમાં યુરોપે યુક્રેન પર આક્રમણ કરનાર રશિયા પર વધુ પ્રતિબંધો લાદ્યા છે.

વિશ્લેષકોનું કહેવું છે કે ફેડરલ રિઝર્વ બુધવારે 25 બેઝિસ પોઇન્ટનો વધારો કરે એવી શક્યતા છે. આ વર્ષે કેટલી વખત વ્યાજદર વધારાશે તેનો અંદાજ પણ આપવામાં આવશે. એ ઉપરાંત ફુગાવાની અને અર્થતંત્રની સ્થિતિનું આકલન પણ રજૂ કરવામાં આવશે.

મંગળવારે બિટકોઇન 2 ટકા ઘટીને 38,550ની આસપાસ હતો, જ્યારે ઈથેરિયમ 3 ટકાના ઘટાડા સાથે 2,500ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.

દરમિયાન, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.63 ટકા (911 પોઇન્ટ) ઘટીને 54,974 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 55,847 ખૂલીને 56,571 સુધીની ઉંચી અને 54,327 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
55,847 પોઇન્ટ 56,571 પોઇન્ટ 54,327 પોઇન્ટ 54,974

પોઇન્ટ

ડેટાનો સમયઃ 15-3-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)