ક્રિપ્ટોકરન્સીઃ IC15 ઇન્ડેક્સ 4968 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ વિશ્વની સૌથી વધુ પ્રખ્યાત ક્રિપ્ટોકરન્સી બિટકોઇનમાં તેજી આવતાં કરન્સી બે સપ્તાહની ટોચે પહોંચી હતી. અમેરિકામાં રોજગારનું પ્રમાણ વધવાને લીધે રોકાણકારોનું માનસ સુધર્યું છે અને તેથી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવા તરફ આકર્ષણ વધ્યું છે. અમેરિકામાં શ્રમ ખાતાએ બહાર પાડેલા આંકડાઓ મુજબ ગયા મહિને નવા રોજગારની સંખ્યા 4,67,000 હતી, જે ધારણા કરતાં ત્રણ ગણા કરતાં પણ વધારે હતી.

બિટકોઇન અને એથેરિયમમાં અનુક્રમે નવ ટકા અને સાત ટકાના દરે વધારો થયો હતો. બિટકોઇનમાં ગત 24 જાન્યુઆરીએ 32,950.72 ડોલરની સૌથી નીચલી સપાટી આવી હતી. એ સ્તરેથી હવે 23 ટકાનો સુધારો થયો છે. એથેરિયમ બ્લોકચેઇન સાથે સંકળાયેલો એથર કોઇન 21 જાન્યુઆરી બાદ પહેલી વાર 3000ની સપાટી વટાવી ગયો હતો.

ક્રિપ્ટોકરન્સી માર્કેટનું કુલ કેપિટલાઇઝેશન ચોવીસ કલાકમાં 1.9 ટ્રિલિયન ડોલર પર પહોંચ્યું હતું. દરમિયાન, ક્રિપ્ટોવાયરે લોન્ચ કરેલો ક્રિપ્ટોકરન્સીનો વિશ્વનો પ્રથમ ઇન્ડેક્સ –આઇસી 158.87 ટકા (4,968પોઇન્ટ) વધીને 61,005 પોઇન્ટ બંધ રહ્યો હતો. આઇસી15 ઇન્ડેક્સ 56,037 ખૂલ્યા બાદ ઉપરમાં 61,175 અને નીચામાં 55,191 પોઇન્ટ ગયો હતો.

 

IC15 ઇન્ડેક્સની હિલચાલ

ખૂલેલો આંક ઉપલો આંક નીચલો આંક બંધ આંક
56,037 પોઇન્ટ 61,175પોઇન્ટ 55,191પોઇન્ટ 61,005પોઇન્ટ
ડેટાનો સમયઃ 5-2-22નીબપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]