કોરોનાથી ટુરિઝમને $4 ટ્રિલિયનનું નુકસાન થવાની શક્યતાઃ UN

જિનિવાઃ ગયા વર્ષ કોરોના રોગચાળો વિશ્વમાં પ્રસર્યો પછી ટુરિઝમ ઉદ્યોગની માઠી દશા ચાલી રહી છે. ટુરિઝમ ઉદ્યોગ પર રોગચાળાનો આર્થિક પ્રભાવ ચાર લાખ કરોડ (ટ્રિલિયન) ડોલરથી વધુ થયો છે, એમ યુનાઇટેડ નેશન્સ (UN)નો એક અહેવાલ કહે છે. સંયુક્ત રાષ્ટ્રના વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન (UNWTO) અને ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ (UNCTAD)ના સંયુક્ત રિપોર્ટમાં માલૂમ પડ્યું હતું કે વિકાસશીલ દેશોમાં વ્યાપક ઓછા રસીકરણથી આર્થિક નુકસાનમાં વધારો થઈ રહ્યો છે.

પર્યટન ક્ષેત્રે લાખ્ખો લોકો કામ કરી રહ્યા છે. આ ક્ષેત્રે કામ કરતા લોકોની સુરક્ષા કરવા માટે ઝડપી રસીકરણ અને પર્યટનનો ઝડપી પ્રારંભથી લાખો લોકોની નોકરીઓ બચશે અને પ્રવાસન ક્ષેત્રને નુકસાનમાંથી બહાર આવવામાં મદદ મળી રહેશે, એમ UNWTOના સચિવ જુરાબ પોલોલિકશવિલીએ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે કેટલાય વિકાસશીલ દેશો આંતરરાષ્ટ્રીય પર્યટન પર વધુ નિર્ભર છે.

કોરોના વાઇરસે ગયા વર્ષે મોટા ભાગનો સમય આંતરરાષ્ટ્રીય હવાઈ યાત્રા પર પ્રતિબંધ મૂક્યો હતો અથવા અટકાવી દીધી હતી, કેમ કે કેટલાય દેશો બિનજરૂરી મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. ગયા વર્ષે પર્યટન અને સંબંધિત ક્ષેત્રોમાં 2.4 લાખ કરોડ ડોલરનું ગાબડું પડ્યું હતું. વળી, અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે આ પ્રકારનું નુકસાન આ વર્ષે પણ થવાની શક્યતા છે, કેમ કે એ કોરોનાના રસીકરણના વિતરણ પર નિર્ભર કરે છે. વિશ્વમાં રસીકરણનો દર અસમાન હોવાને તારણે કેટલાક દેશો વસતિના એક ટકાથી પણ ઓછા લોકોને રસી આપી છે, જ્યારે અન્યએ 60 ટકાની ઉપર કર્યું છે. એ દેશોમાં ઓછા રસીકરણવાળાને આર્થિક નુકસાન ભોગવવું પડશે. રસીકરણના વધતા-ઓછા દરને કારણે વૈશ્વિક GDPના 60 ટકા સુધીનું  નુકસાન માટે વિકાસશીલ દેશો જવાબદાર થશે.

2019ના અનુસાનથી આ વર્ષે આંતરરાષ્ટ્રીય પર્યટનમાં 63-75 ટકાના ઘટાડાથી આર્થિક કામકાજમાં 1.7 અને 2.4 લાખ કરોડ ડોલરની વચ્ચે નુકસાન થવાની સંભાવના છે.