વર્ષ 2019ના રજૂ કરાયેલા બજેટ વિશેની પ્રતિક્રિયામાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર આશિષ ચૌહાણે નીચે મુજબ જણાવ્યું છેઃ
“સમાજના વિવિધ વર્ગોને લાભકર્તા અને વિકાસલક્ષી બજેટ રજૂ કરવા અને ભારતના અર્થતંત્રને 10 ટ્રિલ્યન યુએસ ડોલરનું અર્થતંત્ર બનાવવાના હિંમતપૂર્ણ તેમ જ પ્રશંસાપાત્ર વિઝન બદલ હું નાણાં પ્રધાનને અભિનંદન આપું છું. મધ્યમ વર્ગ, ખેડૂતો અને બિનસંગઠિત વર્ગને લાભ પૂરા પાડવા છતાં નાણાકીય શાણપણને જાળવી રાખવામાં આવ્યું હોવાથી વપરાશને વેગ મળશે, સામાજિક સુરક્ષા વધશે અને અંતે ભારતીય અર્થંતંત્ર બળૂકું બનશે, પરિણામે મૂડીબજારોને પણ લાભ થશે.”