ઈપ્સન હોમ થિયેટર પ્રોજેક્ટરઃ ઘેર-બેઠાં મોટા પડદાના સિનેમાનો આનંદ

હાલના સંજોગોમાં થિયેટરમાં જઈને ફિલ્મ જોવાનું શક્ય નથી. તે છતાં મોટા પડદાની ફિલ્મો જોવાનો આનંદ તમારા ઘરમાં જ મળી શકે છે. એમાં કોઈ ક્રાઉડ નહીં હોય, ખરાબી સીટની સમસ્યા નહીં હોય, રાહ જોવાની ઝંઝટ નહીં હોય અને સૌથી મહત્ત્વનું તો એ કે તમે કોઈ શો કે ફિલ્મ વિશાળ પાયે જુઓ અને એનો કન્ટ્રોલ તમારા હાથમાં જ હોય.

ઈપ્સન હોમ થિયેટર પ્રોજેક્ટસ એ માટે જ છે. પરિવારજનો સાથે બેસીને મોટા પડદા પર ફિલ્મ જોવાનો લ્હાવો લઈ શકે, રોમાંચક ગેમ્સ રમી શકે, રોમાંચક લાઈવ મેચ નિહાળી શકે કે કોઈ મ્યુઝિક જલસો માણી શકે. આ બધું તમારા ઘરમાં સલામત તથા નિરાંતના વાતાવરણમાં.

મોટું સ્ક્રીન, એથીય મોટું મનોરંજન

આ પ્રોજેક્ટમાં સ્ક્રીન 762 સે.મી. (300 ઈંચ)નો હોય છે જેથી સાવ નાની ચીજ પણ મોટી દેખાય છે. આ ઈપ્સન હોમ થિયેટર પ્રોજેક્ટરને આભારી છે, જેમાં સિનેમેટિક ઈમેજ કન્ટ્રોલ માટેના અનેક ઓપ્શન્સ ઉપલબ્ધ છે. ઈપ્સનના 3LCD પ્રોજેક્ટરમાં 3 X બ્રાઈટર કલર્સ અને કલર લાઈટ આઉટપુટની પણ સુવિધા છે.

4K PRO-UHD રિઝોલ્યુશન એન્હેન્સમેન્ટ ટેક્નોલોજીથી દરેક ઈમેજ અને દ્રશ્ય ભવ્ય, અત્યંત શાર્પ દેખાય છે. વળી આંખો માટે આસાન પણ હોય છે.

ક્વિક કનેક્ટિવિટી

વાઈ-ફાઈ હોય, યૂએસબી હોય, ડિસ્પ્લે પોર્ટ કે HDMI હોય, ઈપ્સન હોમ થિયેટર પ્રોજેક્ટર્સમાં કનેક્ટિવિટીના અનેક ફીચર્સ છે. તેથી તમે કયું સ્માર્ટ ડિવાઈસ વાપરો છો એની કોઈ સમસ્યા હોતી નથી.

પ્રોજેક્ટરને ઈન્સ્ટોલ કરવાનું પણ આસાન હોય છે. ગમે તેવા કદના ઘર કે રૂમમાં તે કામ કરે છે. આ પ્રોજેક્ટર કદમાં પાતળા, કોમ્પેક્ટ, વજનમાં હલકા અને ઈન્સ્ટોલ કરવામાં આસાન હોય છે. રૂમમાં એ ગમે ત્યાં ઝડપથી સેટ-અપ કરી શકાય છે. તમે એને સીલિંગમાં કાયમને માટે સેટઅપ પણ કરી શકો. તમે ટેરેસ કે ગાર્ડનમાં પણ આનાથી શો જોઈ શકો.

ઓફર નકારી શકો એમ નથી

પ્રોજેક્ટરની કિંમત પરવડી શકે એવી છે. Cinema @ Home Offer પેકેજમાં ઈપ્સન EH-TW650 હોમ થિયેટર પ્રોજેક્ટર રૂ. 89,999માં ઉપલબ્ધ છે, સાથે યામાહા YAS-209 સાઉન્ડબાર (સાથે સબવૂફર) અને એક મિલાન 254 સે.મી. (100 ઈંચ) સ્ક્રીન.