ટ્રેડ વૉરઃ ચીને અમેરિકાની 128 પ્રોડક્ટ પર ટેરિફ લાદ્યો

બીજિંગ- ચીને અમેરિકાની 128 પ્રોડક્ટ પર 25 ટકાથી વધારાનો ટેરિફ લગાવી દીધો છે. ચીનના નાણામંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં સ્પષ્ટ પણે કહેવામાં આવ્યુ છે કે અમેરિકા દ્વારા ચીનના સ્ટીલ અને એલ્યુમીનિયમ પર લગાવવામાં આવેલા ટેરિફના જવાબમાં આ પગલું ભરવામાં આવ્યું છે. તે સમયે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે અમે જંગ માટે તૈયાર છીએ. ચીને અમેરિકાને તેની જ ભાષામાં જવાબ આપ્યો છે. આ સૌથી મોટા વ્યાપારીક જંગ(ટ્રેડ વૉર)ની શરૂઆત છે, જેની વૈશ્વિક વ્યાપાર પર અસર પડી શકે છે.

ફળ અને પોર્ક પર લગાવ્યો ટેક્સ

મિનિસ્ટરીની વેબસાઈટ પર આપવામાં આવેલી સુચના અનુસાર ચીને અમેરિકાથી આવનારા ફળ સહિતની 120 પ્રોડક્ટ પર 15 ટકા ટેક્સ લગાવ્યો છે. પોર્ક સહિતની અન્ય 8 પ્રોડક્ટ પર 25 ટકા ટેક્સ લગાવ્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું કે અમેરિકાએ એલ્યુમીનિયમ પ્રોડક્ટ પર જે ટેક્સ લગાવ્યો છે તેના જવાબમાં આ પગલું ભરવામાં આવ્યું છે.

નિયમો વિરૂદ્ધ હતું અમેરિકાનું પગલું

આપને જણાવી દઈએ કે વિરોધ કરવા છતા પણ અમેરિકાએ સ્ટીલની આયાત પર 25 ટકા અને એલ્યુમીનિયમની આયાત પર 10 ટકા ટેક્સ લગાવી દીધો હતો. ચીન મોટા પાયે અમેરિકા પાસેથી આ પ્રોડક્ટ નિર્યાત કરે છે. તે સમયે ચીને પણ આનો મોટાપાયે વિરોધ કર્યો હતો અને એમ પણ જણાવ્યું હતું કે તે આનો જવાબ આપશે. આમ તો અમેરિકાએ જે ટેરિફ લગાવ્યું છે તે વિશ્વ વ્યાપાર સંગઠન નિયમો વિરૂદ્ધ પરંતુ આમ છતા પણ 23 માર્ચથી આ લાગુ થઈ ગયું છે.