નવી દિલ્હી- કેન્દ્રીય કર્મચારીઓ મિનિમમ સેલરીમાં વધારાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. તેઓ સાતમા પગારપંચની ભલામણો સિવાય પણ વેતનમાં વધારો કરવાની માંગ કરી રહ્યા છે. સરકાર ન્યૂનતમ વેતનને 18 હજાર રૂપિયા પ્રતિમાસથી વધારીને 21 હજાર રૂપિયા કરવાની માંગ કરી છે. સાતમા પગારપંચની રજૂઆતો બાદ કેન્દ્રીય કર્મચારીઓની મિનિમમ સેલરીને 18 હજાર રૂપિયા પ્રતિમાસ કરવાની વાતને મંજૂરી મળી ગઈ છે. સાતમા પગારપંચની રજૂઆતોની તપાસ કરવા માટે એક નેશનલ કમિટી બનાવવામાં આવી છે. હવે એનએસીને પણ ન્યૂનતમ વેતન 18 હજાર રૂપિયાથી વધારીને 21 હજાર રૂપિયા કરવા માટે સરકાર તરફથી મંજૂરી મળી ગઈ છે. તો આ સાથે જ ફિટમેન્ટ ફેક્ટરને પણ 2.57 થી વધારીને 3.0 કરવા માટે મંજૂરી મળી ગઈ છે. આ ખુશીના સમાચાર એવા કેન્દ્રીય કર્મચારીઓ માટે છે કે જેઓ 18 મહિનાથી પગાર વધારાની રાહ જોઈને બેઠા છે.
ઉલ્લેખનીય છે કે કેબિનેટ દ્વારા સાતમા પગારપંચની ભલામણો અનુસાર વેતનને 7 હજાર રૂપિયાથી વધારીને 18 હજાર રૂપિયા કરવાની મંજૂરી પહેલા જ મળી ગઈ છે. તો આ સિવાય ફિટમેન્ટ ફેક્ટરને પણ 2.57 ગણુ વધારી દેવામાં આવ્યું છે. આમ છતા પણ કેન્દ્રીય કર્મચારીઓની માંગ છે કે ન્યૂનતમ વેતનને 18 હજાર રૂપિયા પ્રતિમાસથી વધારીને 26 હજાર પ્રતિમાસ કરવામાં આવે અને ફિટમેન્ટ ફેક્ટરને પણ 2.57 ગણુ વધારવાની જગ્યાએ 3.68 ગણુ વધારવામાં આવે.