નાણાપ્રધાન દ્વારા બજેટ માટેની હલવા સેરેમની પૂરી

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામનની હાજરીમાં પારંપરિક હલવા સેરેમની 26 જાન્યુઆરીએ પૂરી થઈ ચઈ છે. આ હલવા સેરેમનીમાં નાણાપ્રધાન સહિત અનેક કેન્દ્રીય પ્રધાનો અને મોટા અધિકારીઓ હાજર રહ્યા હતા. નાણાપ્રધાન સીતારામને બધાને હલવો વહેંચ્યો હતો. બધે હલવાનો સ્વાદ ચાખીને કાર્યને આગળ વધાર્યું હતું. બજેટને અંતિમ સ્વરૂપ આપતાં પહેલાં હલવા સેરેમનીનું આયોજન કર્યું હતું.ગયા વર્ષે રોગચાળાને કારણે હલવા સેરેમનીનું આયોજન નહોતું થઈ શક્યું.

બજેટ પહેલાં મીઠી શરૂઆત તરીકે હલવા સેરેમની એકપરંપરાગત કાર્યક્રમ છે, જેને બજેટના પ્રિન્ટ થતાં પહેલાં ઊજવવામાં આવે છે. લાંબા સમય સુધી ચાલતી બજેટ બનાવવાની પ્રક્રિયાની સમાપ્તિ પછી મીઠું ખાઈને બજેટના પ્રિન્ટિંગને ઔપચારિક લીલી ઝંડી દેખાડીને થાય છે. આ સમારોહ નાણાં મંત્રાલયના નોર્થ બ્લોકના બેઝમેન્ટમાં થાય છે, જ્યાં એક વિશેષ પ્રિન્ટિંગ પ્રેસ છે.

સંસદમાં બજેટ રજૂ થવા પહેલાં આશરે 10 દિવસો સુધી બજેટથી જોડાયેલા નાણાં મંત્રાલયના અધિકારીઓ અને કર્મચારીઓ નોર્થ બ્લોકના બેઝમેન્ટમાં રહે છે. જ્યા પૂરી ગુપ્તતા જાળવવામાં આવે છે. મંત્રાલયના અધિકારીઓ અને કર્મચારીઓ પર ઇન્ટેલિજન્સ બ્યુરોની 24 કલાક નિગરાની રહે છે. તેમને તેમના પ્રિયજનોની સંપર્ક કરવાની મંજૂરી નથી અપાતી. તેમને ફોન કરવાની પણ મંજૂરી નથી આપવામાં આવતી. તેમને CCTVનું એક મજબૂત નેટવર્ક અને જામર કેમને બહારના સંપર્કોથી દૂર રાખે છે. આ વખતે બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થઈને છ એપ્રિલ સુધી ચાલશે.