ઈન્ડિયા આઈએનએક્સે નવા કો-લોકેશન ડેટા સેન્ટરનો પ્રારંભ કર્યો

મુંબઈ તા.10 નવેમ્બર, 2020: દેશના સૌપ્રથમ ઈન્ટરનેશનલ એક્સચેન્જ ઈન્ડિયા INXએ દેશના ગુજરાત રાજ્યમાં આવેલા ગિફ્ટ સિટી સ્થિત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર (IFSC) ખાતે નવા કો-લોકેશન ડેટા સેન્ટ્રનો પ્રારંભ કર્યો છે. આ ડેટા સેન્ટરનું ઉદ્ઘાટન ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટીના ચેરમેન ઈન્જેતી શ્રીનિવાસના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઈન્ડિયા INXના ચેરમેન અને BSEના MD અને CEO આશિષકુમાર ચૌહાણ તેમ જ ઈન્ડિયા INXના MD અને CEO વી. બાલાસુબ્રહ્મણિયમ ઉપસ્થિત રહ્યા હતા.

(ડાબેથી જમણે) ઈન્જેતી શ્રીનિવાસ (ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટીના ચેરમેન), વી. બાલાસુબ્રહ્મણિયમ (ઈન્ડિયા આઈએનએક્સના એમડી અને સીઈઓ), આશિષકુમાર ચૌહાણ (ઈન્ડિયા આઈએનએક્સના ચેરમેન અને બીએસઈના એમડી અને સીઈઓ) ગોન્ગ વગાડવાની વિધિ વખતે…

આ સાથે એક્સચેન્જની કો-લોકેશન ક્ષમતામાં 150 ટકાથી અધિકનો વધારો થયો છે. આ ડેટા સેન્ટર્સમાં હાઈ ફ્રિક્વન્સી ટ્રેડિંગ થાય છે અને મોટા ભાગની વર્તમાન કો-લોકેશન ક્ષમતાનો વપરાશ થાય છે. આ નવી લોન્ચ કરાયેલી સુવિધા મેમ્બર્સની વધી રહેલી માગને સંતોષી શકશે. વર્તમાન કો-લોકેશન ડેટા સેન્ટરની બાજુમાં આ ત્રણ સ્તરીય કો-લોકેશન ડેટા સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. આમાં જે અતિરિક્ત રેક્સ ઉપલબ્ધ થઈ છે તે મેમ્બર્સ માટે પર્યાપ્ત થઈ પડશે.