મુંબઈ તા. 22 એપ્રિલ: 23 માર્ચથી શરૂ થયેલા લોકડાઉન બાદ 20 એપ્રિલ સુધીમાં વિવિધ કંપનીઓએ બીએસઈ બોન્ડ પ્લેટફોર્મ પરથી ભંડોળ એકત્ર કર્યું છે. 27 કંપનીઓએ કમર્શિયલ પેપરના ઈશ્યું મારફત રૂ.26,666 કરોડ અને 18 કંપનીઓએ લોન્ગ ટર્મ બોન્ડ્સ દ્વારા રૂ.25,323 કરોડ એકત્ર કર્યા છે.
ઉક્ત ઈશ્યુઓમાં જાહેર ક્ષેત્રની 6 અને 21 ખાનગી કંપનીઓના કમર્શિયલ પેપર્સ અને જાહેર ક્ષેત્રની 3 કંપનીઓ અને 15 ખાનગી કંપનીઓના મીડિયમ અને લાંબા ગાળાના મુદતી બોન્ડ્સ ઈશ્યુઓનો સમાવેશ થાય છે.
બીએસઈ બોન્ડ પ્લેટફોર્મ સંપૂર્ણ ઓટોમેટેડ હો ઈ તે કંપનીઓ માટે ભંડોળ એકત્ર કરવાનો સૌથી મોટો મંચ બની રહ્યો છે. નાણાકિય વર્ષ 2018-19માં 124 ઈશ્યુઅરોએ રૂ.3,10,939 કરોડ અને 2017-18માં 78 ઈશ્યુઅરોએ રૂ.2,03,932 કરોડ એકત્ર કર્યા છે.