બીએસઈ ટેક્નોલોજીસે કેવાયસી રજિસ્ટ્રેશન એજન્સીનો આરંભ કર્યો

મુંબઈ તા. 27 ઓક્ટોબર, 2022: બીએસઈની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી બીએસઈ ટેક્નોલોજીસ પ્રાઈવેટ લિમિટેડ (બીટીપીએલ) કેવાયસી રજિસ્ટ્રેશન એજન્સી (કેઆરએ) લોન્ચ કરનારી છઠ્ઠી સંસ્થા બની છે. કેવાયસી એટલે ‘નો યોર ક્લાયન્ટ’. સેબી કેવાયસી રજિસ્ટ્રેશન એજન્સી રેગ્યુલેશન્સ, 2011 હેઠળ આવી એજન્સી સ્થાપવાની પરવાનગી બજારના સહભાગીઓને આપે છે. સિક્યુરિટીઝ બજારમાં રોકાણ કરવા માટે કેવાયસી રજિસ્ટ્રેશન ફરજિયાત છે. કેઆરએ એજન્સીઓ રોકાણકારોના ડેટા ઈલેક્ટ્રોનિક ફોર્મમાં જાળવે છે.

(તસવીર સૌજન્યઃ @BSEIndia)

અમે સેબીએ કેવાયસી એજન્સી તરીકેની કામગીરી માટે અમારામાં મૂકેલા વિશ્વાસ માટે આભારી છીએ. વર્ષોથી બીએસઈ ગ્રુપે દેશના મૂડીબજારના પરિવર્તનમાં મોખરાની ભૂમિકા ભજવી છે અને બધા વર્ગના રોકાણકારો સુધી પહોંચવા માટેની આ સર્વિસનો પ્રારંભ કરવાનો અમને હર્ષ છે, એમ બીએસઈના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલે જણાવ્યું હતું.