BSE સ્ટાર એમએફ પ્લેટફોર્મ પર ડિસ્ટ્રીબ્યુશન કામગીરી વધુ સરળ બનાવાઈ

મુંબઈ – દેશના સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર પ્લેટફોર્મ ‘બીએસઈ સ્ટાર એમએફ’એ ચાર નવી સર્વિસ લોન્ચ કરી છે.

ડિસ્ટ્રિબ્યુટર કોમન/ઓટો એમ્પેનલમેન્ટઃ બીએસઈ અને એએમસીઝ વચ્ચેની આઈએફએ એમ્પેનલમેન્ટ સર્વિસીસ, જે આઈએફએના સમય અને મહેનતની બચત કરે છે અને એમ્પેનલમેન્ટની પ્રક્રિયા વધુ સરળ બની રહે છે.

ડિસ્ટ્રિબ્યુટર્સ બ્રોકરેજ સર્વિસીસઃ બધા બીએસઈ સ્ટાર એમએફ વ્યવહારો માટેના કમિશનની ગણતરી, ઉઘરાણી અને વિતરણ બીએસઈ કરશે. આ પથભંજક વેલ્યુ એડેડ સર્વિસ બ્રોકરેજની જટિલ પ્રક્રિયાને સરળ અને કાર્યક્ષમ બનાવશે અને મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર્સ સર્વિસને બહુમૂલ્ય બનાવશે.

સ્ટાર એમએફ મોબિલિટી એપઃ આ એપ એન્ડ્રોઈડ વપરાશકારો માટે મે મહિનામાં લોન્ચ કરવામાં આવી હતી અને તે અતિરિક્ત ફીચર્સ સાથે આઈઓએસ પર ઉપલબ્ધ છે.

આઈએફએ પોર્ટફોલિયો સર્વિસીસઃ બીએસઈ સ્ટાર એમએફ આઈએફએઝને મ્યુચ્યુઅલ ફંડ બેક ઓફિસ પ્લેટફોર્મ પૂરું પાડવા બીએસઈ સ્ટાર એમએફએ વિજય આઈપ્રિઝમ સાથે જોડાણ કર્યું છે. આ અતિરિક્ત સર્વિસને પગલે હવે આઈએફએઝ વિવિધ બિઝનેસ ડેશબોર્ડ, ક્લાયન્ટ પોર્ટફોલિયો રિપોર્ટ/હોલ્ડિંગ સ્ટેટમેન્ટ્સ અને અન્યને ટ્રેક કરી શકે છે. આ સર્વિસીસ બીએસઈ સ્ટાર એમએફના આઈએફએઝને નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે.

આ નવી સર્વિસીસના લોન્ચિંગ વિશે ‘બીએસઈ સ્ટાર એમએફ’ના વડા ગણેશ રામે કહ્યું, “આ બધી સર્વિસીસ સ્થાનિક ભંડોળોના પ્રવાહને મૂડીબજાર તરફ વાળવામાં બહુ મોટી ભૂમિકા ભજવશે. આ સર્વિસીસ બીએસઈના પરંપરાગત રીતે વ્યવહારો કરવાના પ્લેટફોર્મથી દૂર હટીને અદ્વિતીય વેલ્યુ એડેડ સર્વિસીસ ભણી જવાના વિઝનને સ્પષ્ટરૂપે દર્શાવે છે. અમને વિશ્વાસ છે કે આ વેલ્યુ એડેડ સર્વિસીસ સાથે અમે ટૂંક સમયમાં મહિને 50 લાખ ટ્રાન્ઝેક્શન્સ અને પ્રતિ દિન 10 લાખ ટ્રાન્ઝેક્શન્સ પાર પાડવાની સિદ્ધિ હાંસલ કરીશું.”

બીએસઈ સ્ટાર એમએફ પર 55,000થી અધિક ડિસ્ટ્રિબ્યુટર્સ રજિસ્ટર થયેલા છે. આ પ્લેટફોર્મે પ્રતિદિન 7.84 લાખ અને મહિનામાં 46.76 લાખ ટ્રાન્ઝેક્શન્સ હાથ ધરવાની સિદ્ધિ હાંસલ કરી છે.