મુંબઈ: દેશના સૌથી મોટા મ્યુચ્યુઅલ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ BSE સ્ટાર એમએફ પર ઓક્ટોબર મહિનામાં રેકોર્ડ 73.34 લાખ ટ્રાન્ઝેક્શન્સનો નવો રેકોર્ડ સ્થાપિત થયો છે. અગાઉ ઓગસ્ટ, મહિનામાં 73.34 ટ્રાન્ઝેક્શન્સના રેકોર્ડને અતિક્રમીને આ નવો રેકોર્ડ સ્થાપિત થયો છે.
ઓેક્ટોબરમાં BSE સ્ટાર MF પર રૂ.22,828 કરોડના મૂલ્યના 76.74 લાખ ટ્રાન્ઝેક્શન્સ થયા છે. દેશ ભરમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે પણ BSE સ્ટાર MF AMCs, મેમ્બર્સ અને તેમના ક્લાયન્ટ્સને અવિરત સર્વિસ પૂરી પાડી રહ્યું છે. ઓગસ્ટ 2020માં રૂ.25,128 કરોડના 73.34 લાખ ટ્રાન્ઝેક્શન્સ થયા હતા. વર્તમાન નાણાકીય વર્ષના સાત મહિનામાં આ પ્લેટફોર્મે નાણાકીય વર્ષ 2019-20ના 83 ટકા એટલે કે 4.76 કરોડ ટ્રાન્ઝેક્શન્સ કર્યા છે. નાણાકીય વર્ષ 2019-20માં 5.75 કરોડ ટ્રાન્ઝેક્શન્સ થયા હતા.
ઓક્ટોબર 2020માં ટર્નઓવર આગલા વર્ષના ઓક્ટોબર મહિનાની તુલનાએ 56 ટકા વધ્યું છે.