મુંબઈ તા.8 એપ્રિલ, 2022: દેશના મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં આવેલા ચોખ્ખો ઈક્વિટી રોકાણના પ્રવાહમાં બીએસઈ સ્ટાર એમએફનો હિસ્સો નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન 49 ટકા રહ્યો હતો. ઉદ્યોગમાં કુલ રૂ.1,64,404 કરોડના ચોખ્ખા ઈક્વિટી ભંડોળનો પ્રવાહ રહ્યો હતો, જેમાં બીએસઈ સ્ટાર એમએફનો હિસ્સો રૂ.81,350 કરોડ હતો એમ બીએસઈએ જણાવ્યું હતું.
માર્ચ 2022માં સ્ટાર એમએફ દ્વારા રૂ.42,976 કરોડના ટ્રાન્ઝેક્શન્સ પાર પાડવામાં આવ્યા હતા. મહામારી વચ્ચે પણ બીએસઈ સ્ટારએમએફે, એએમસીઝ, મેમ્બર્સ અને તેમના ક્લાયન્ટ્સને સરળ પેપરલેસ ટ્રાન્ઝેક્શન્સની સવલત પૂરી પાડી સહાય કરી હતી. નાણાકીય વર્ષ 2021-2022માં બીએસઈ સ્ટાર એમએફ દ્વારા 18.47 કરોડ ટ્રાન્ઝેક્શન્સ પાર પાડવામાં આવ્યા હતા.
માર્ચ 2022માં ટર્નઓવર આગલા વર્ષના માર્ચ મહિનાની તુલનાએ 36 ટકા વધીને રૂ.42,976 કરોડ થયું છે, જ્યારે નેટ ઈક્વિટી ઈન્ફ્લો 62 ટકા વધીને રૂ.4,233 કરોડ થયું છે.