મુંબઈ: બીએસઇ એસએમઇ પ્લેટફોર્મ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂા. ૫૦,૦૦૦ કરોડના સીમાચિન્હને પાર કરી ગયું તે ઐતિહાસિક ક્ષણ છે, એમ જણાવતાં બીએસઇ એસએમઇ અને સ્ટાર્ટઅપ્સના હેડ અજય ઠાકુરે કહ્યું કે લઘુ અને મધ્યમ ઉદ્યોગો ભારતીય અર્થતંત્રોની કરોડરજ્જુ સમાન છે અને અત્યારે આ ઉદ્યોગોની જે ઝડપથી વૃદ્ધિ થઈ રહી છે તે દેશની પ્રગતિનો ઉજ્જવળ સંકેત છે.
ઠાકુરે કહ્યું કે આ સીમાચિન્હ એસએમઇના લિસ્ટિંગના ફાયદા વિશે કે જાગૃતિ લાવવામાં બીએસઇ એસએમઈનાં સતત પ્રયાસોનો પુરાવો પણ છે. છેલ્લાં ૧૦વર્ષમાં બીએસઇએ દેશભરમાં વિવિધ ઔદ્યોગિક અને વ્યાવસાયિક સંગઠનો સાથે ૨૫૦૦ સેમિનાર અને ૫૦૦ વેબિનારનું આયોજન કર્યું છે. બીએસઇએ વિવિધ રાજ્ય સરકારો, ધિરાણ સંસ્થાઓ અને વ્યાવસાયિક સંગઠનો સાથે સમજૂતી કરારો (એમઓયુ) કર્યા છે. બીએસઇના અધિકારીઓ લિસ્ટિંગના ફાયદા સમજાવવા એસએમઇના ૩૬૦૦૦થી વધારે પ્રમોટર્સને છે પણ મળ્યા છે અને આ તમામ પ્રયાસોનું પરિણામ માર્કેટ કેપ સીમાચિન્હની દૃષ્ટિએ જોવા મળે છે. છેલ્લાં ૧૦ વર્ષમાં બીએસઇ – એસએમઇએ વિવિધ ક્ષેત્રોમાંથી ૩૫૮ એસએમઇ કંપનીઓને
લિસ્ટિંગ કરવામાં મદદ કરી છે અને રૂા. ૩૫૦૦ કરોડથી વધારેનું ઇક્વિટી ફંડ એકત્ર કર્યું છે. અમને વિશ્વાસ છે કે, આગળ જતાં ઘણી વધારે એસએમઇ કંપનીઓનું લિસ્ટિંગ થશે અને બીએસઇ એસએમઇ પ્લેટફોર્મમાંથી ભંડોળ મેળવશે.