મુંબઈ – એશિયાનું સૌથી જૂનું સ્ટૉક એક્સચેન્જ – બીએસઈ (બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ) ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ફોર બિઝનેસ કન્ટિન્યુટી મેનેજમેન્ટ સિસ્ટમ (બીસીએમએસ) સર્ટિફિકેટ (આઈએસઓ 22301:2012) પ્રાપ્ત કરનારું દેશનું પ્રથમ એક્સચેન્જ બન્યું છે.
ઈન્ટરનેશનલ એક્રિડિટેડ રજિસ્ટ્રાર અને ક્લાસિફિકેશન સોસાયટી ડીએનવી જીએલ દ્વારા આ સર્ટિફિકેટ 7 મે, 2019ના રોજ બીએસઈને એનાયત કરવામાં આવ્યું હતું. ડીએનવી જીએલનું હેડક્વૉર્ટર નોર્વેના હોવિકમાં છે.
ડીએનવી જીએલના પ્રકાશ ટિકારેએ આ પ્રસંગે બીએસઈને અને તેની ટીમને અભિનંદન આપતાં કહ્યું, “બીએસઈ બહુ પુખ્ત ઈન્ફોર્મેશન સિક્યુરિટી મેનેજમેન્ટ સિસ્ટમ (આઈએસઓ 27001) ધરાવે છે અને હવે બિઝનેસ કન્ટિન્યુટી મેનેજમેન્ટ સિસ્ટમ (આઈએસઓ 22301)નો અમલ કરીને બીએસઈએ બહુ મહત્ત્વનું પગલું ભર્યું છે.”
આ પ્રસંગે બીએસઈના મેનેજિંગ ડિરેક્ટર આશિષકુમાર ચૌહાણે જણાવ્યું હતું કે આ સર્ટિફિકેશન બીએસઈના મેનેજમેન્ટ અને ટીમ્સના ગ્રાહકો અને હિતધારકો પ્રતિની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.