ઈલેકટ્રિક મોબિલિટી મિશનથી ભારતમાં મળશે એક કરોડ નોકરિઓ, બ્લૂપ્રિન્ટ તૈયાર

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ઈલેકટ્રિક મોબિલિટી મિશનની બ્લૂપ્રિન્ટ તૈયાર કરી લીધી છે. આ અંતર્ગત વિજળીથી ચાલનારી ગાડીઓના મેન્યુફેક્ચરિંગને વેગ આપીને આશરે 1 કરોડ નોકરીઓનું સર્જન કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. તો આ સાથે જ ગાડીઓની ડિઝાઈન, ટેસ્ટિંગ, બેટરી નિર્માણ અને મેનેજમેન્ટ, વેચાણ, સર્વિસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે કુશળ શ્રમિક તૈયાર કરવાની યોજના બનાવવામાં આવી છે.

સરકારે 2013માં રાષ્ટ્રીય ઈલેકટ્રિક મોબિલિટી મિશન યોજના શરુ કરી હતી. આનું લક્ષ્ય 2020 સુધી ભારતના રસ્તાઓ પર 6 થી 7 મિલિયન ઈલેકટ્રિક વાહનોને મુકવાનું છે. વર્ષ 2030 સુધી 30 ટકા ઈ મોબિલિટીનું લક્ષ્ય છે. ઓટોમોટિવ મિશન પ્લાન 2026નું અનુમાન છે. આ કાર્યક્રમથી ઓટો સેક્ટરમાં 6.5 કરોડ નોકરીઓનું સર્જન થશે.

ઓટોમોટિવ સ્કિલ્સ ડેવલપમેન્ટ કાઉન્સિલના સીઈઓ અરિંદમે જણાવ્યું કે તેમણે પુણે બેઝ્ડ ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઈન્ડિયા સાથે ભાગીદારીમાં EV-Specific વ્યવસાયિક માનકોને બનાવવાની પ્રક્રિયા શરુ કરી છે. ડ્રાફ્ટ તૈયાર છે અને સ્ટાન્ડર્ડને જૂન સુધી ઔપચારિક રુપ આપવામાં આવી શકે છે. ત્યારબાદ તેમને રાષ્ટ્રીય કૌશલ વિકાસ નિગમની માનક ટીમ દ્વારા સમીક્ષા માટે મોકલવામાં આવશે. કોલકત્તા સ્થિત કેન્દ્રીય કર્મચારી પ્રશિક્ષણ અને અનુસંધાન સંસ્થાન ઈલેકટ્રિક વાહન ટેક્નિશિયનો માટે કોર્સ વિકસિત કરી રહી છે. પાવર સેક્ટર સ્કિલ કાઉન્સિલ સુપરવાઈઝરો, ટેક્નિશિયન અને સહાયકો માટે ચાર વ્યાવસાયિક માનકો પર કામ કરી રહ્યું છે, જેમને વિશેષ રુપે ઈ-વાહનો માટે પ્રશિક્ષિત કરવામાં આવશે.

કૌશલ વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય ઈલેકટ્રિક મોબિલિટી ઉદ્યોગ માટે કર્મચારીઓની માંગને પૂરી કરવા માટે એક કાર્યક્રમ તૈયાર કરી રહ્યું છે. એક વરિષ્ઠ અધિકારીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે નોકરીઓની માંગને પૂરી કરવા માટે એક વિશેષ કોર્સ વિકસિત કરવામાં આવી રહ્યો છે. આમાં સરકારે પણ હિતધારક મંત્રાલયો અને સંબંધિત ક્ષેત્રના કૌશલ પરિષદોમાં મોટર વાહન, વિજળી અને કાર્યક્રમ માટે પ્રશિક્ષણ શામિલ કરવામાં આવ્યું છે.