ઓછા ભાડામાં બિઝનેસ ક્લાસ જેવી સુવિધા આપવાની ઈન્ડિગોની યોજના

નવી દિલ્હીઃ ઈન્ડિગો એરલાઈન યુરોપ-એશિયામાં ઓછા ભાડામાં બિઝનેસ કલાસ જેવી સુવિધાઓ વાળી સીટો ઉપલબ્ધ કરાવવાનો વિચાર કરી રહી છે. ઈન્ડિગો હાલ ઈસ્તામ્બુલ સુધી ફલાઈટ સંચાલિત કરે છે. એરલાઈન લાંબા રૂટની ફલાઈટના નેટવર્ક પર ધ્યાન આપી રહી છે. ઈન્ડિગોના સીઈઓ રોનોજોય દત્તાએ ગત સપ્તાહે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે 6 મહીનાની અંદર યુરોપની વન-સ્ટોપ ઉડાન શરૂ કરવાની યોજના છે.

લાંબા ગાળાની ફલાઈટમાં મુસાફરો હેરાન ન થાય તે માટે ઈન્ડિગો એકસ્ટ્રા સ્નેક્સ લઈને બિઝનેસ કલાસ વાળી અન્ય સુવિધાઓ પર વિચાર કરી રહ્યાં છે. દત્તાનું કહેવું છે કે 6-8 કલાકની યાત્રામાં થાક લાગે છે. લાંબી યાત્રીમાં મુસાફરોને વધુ વખત વોશરૂમ જવા અને વધુ ખાવાની જરૂર પડે છે. આ તમામ સુવિધાઓ બદલાઈ જશે. અમે અમારી સેવાઓને ફરીથી ડિઝાઈન કરીશું.

ઈન્ડિગો દિલ્હીથી લંડન માટે વન-સ્ટોપ અને ચીન, વિયેતનામ, મ્યાંમાર અને રશિયા જેવા દેશો માટે નોન-સ્ટોપ ફલાઈટ શરૂ કરવા માંગે છે. હાલ એ સ્પષ્ટ નથી કે ઈન્ડિગોની બિઝનેસ કલાસમાં કઈ-કઈ સુવિધાઓ મળશે અને કેટલું ભાડું હશે.

ઈન્ડિગોના સીઈઓ રોનજોય દત્તાનું કહેવું છે કે એરબસ એસઈમાંથી સાંકડી બોડી વાળા વિમાન ખરીદવા માટે વાત ચાલી રહી છે. આ માટે મોટો ઓર્ડર આપવાની યોજના છે. દત્તાએ જણાવ્યું કે ઈન્ડિગો 53 ઘરેલું અને 18 આંતરાષ્ટ્રીય ફલાઈટનું સંચાલન કરે છે. જે નવા વિમાનો ખરીદવામાં આવશે, તેમાંથી અડધા આતંરાષ્ટ્રીય રૂટની ફલાઈટ્સો માટે કામમાં લેવાની યોજના છે.