નવી દિલ્હી- બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ તાજેતરમાં જ યોગર્ટ ( એક પ્રકારનું દહીં)ની જાહેરાત કરતી જોવા મળી રહી છે. ખબર છે કે, દીપિકાએ ડ્રમ ફૂડ્સ ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડમાં રોકાણ કર્યું છે. આ કંપની યોગર્ટ (દહીં) બ્રાન્ડ એપિગેમિયાનું સંચાલન કરે છે. આ રોકાણ રણનીતિક ભાગીદારીનો હિસ્સો છે.
એપિગેમિયા ગ્રીક યોગર્ટ સહિત અનેક ઉત્પાદનો બનાવે છે
કંપનીએ તેમના નિવેદનમાં કહ્યું કેસ આ રોકાણનો ઉપયોગ અમે નવા ઉત્પાદનો અને નવા શહેરોમાં બિઝનેસ વિસ્તારિત કરશે. જો કે, રોકાણની રકમ અંગે કંપની તરફથી કોઈ જાણકારી નથી આપવામાં આવી. નિવેદનમાં કહેવાયું છે કે, આ રોકાણ વર્લિનવેસ્ટની આગેવાનીમાં સી શ્રેણીના ફંડિંગનો હિસ્સો છે.એપિગેમિયા વર્તમાન સમયમાં ગ્રીક યોગર્ટ, સ્નેક પેક, મિષ્ટી દહીં સહિતના ઉત્પાદનોનું વેચાણ કરે છે.
એપિગેમિયાની શરુઆત 2015માં થઈ હતી. એપિગેમિયા અંદાજે 10 હજાર કેન્દ્રો મારફતે ઉત્પાદનોનું વેચાણ કરે છે. આ રોકાણ અંગે અભિનેત્રી દીપિકા પાદુકોણે કહ્યું કે, હું એપિગેમિયા પરિવાર સાથે જોડાયને ખૂબ રોમાંચિત અનુભવ કરી રહી છું. નવા ઉત્પાદનો અને નવા શહેરોમાં એન્ટ્રી મેળવવાની પ્રક્રિયા સાથે જોડાવાને લઈને હું ખૂબ ઉત્સાહિત છું.
ઉલ્લેખનીય છે કે, આ પહેલાં બોલિવુડ અભિનેતા સુનીલ શેટ્ટીએ ફિટનેસ સ્ટાર્ટઅપ ‘સ્ક્વાટ’માં રોકાણ કર્યું હતું. તો અમિતાભ બચ્ચને જસ્ટ ડાયલ લિમિટેડમાં જ્યારે અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ નેટવર્કિગ અને ડેટિંગ એપ ‘બમ્બલ’માં રોકાણ કર્યું હતું. મળતી માહિતી અનુસાર જાણીતી એવી 32 હસ્તીઓ છે કે જેમણે 67 સ્ટાર્ટઅપ અને અન્ય કંપનીઓમાં રોકાણ કર્યું છે.