મુંબઈઃ બીએસઈ એસએમઈ પર 365મી કંપની ભાટિયા કલર કેમ લિમિટેડ લિસ્ટ થઈ છે. કંપનીએ રૂ.10ની મૂળ કિંમતના 50 લાખ શેર્સ રૂ.80ના ભાવે ઓફર કરીને રૂ.40 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો પબ્લિક ઈશ્યુ 16 માર્ચ, 2022ના રોજ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
ભાટિયા કલર કેમ કેમિકલ્સ, ડાઈ અને તેને સંબંધિત પ્રોડક્ટ્સના નિર્માણ અને વેપારમાં અગ્રણી કંપની છે, કંપનીની પ્રોડક્ટ્સ મુખ્યત્વે પોલીએસ્ટર અને કોટન જેવી ટેક્સટાઈલ સામગ્રી પર પ્રિન્ટિંગ માટે ઉપયોગી છે, જેમાં ટી-શર્ટ પર એમ્બોસ, જરી પ્રિન્ટ્સ અને શેડિંગનો સમાવેશ થાય છે.