આઇસી15 ઇન્ડેક્સ 1,659 પોઇન્ટ વધ્યો 

મુંબઈઃ ગુરુવારે બિટકોઇન સહિતની મોટાભાગની મુખ્ય ક્રીપ્ટોકરન્સીના ભાવમાં વૃદ્ધિ થઈ હતી. બિટકોઇન 43,000ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. ફુગાવો અને અનિશ્ચિત આર્થિક પરિસ્થિતિમાં ડિજિટલ એસેટ હેજિંગ તરીકે અસરકારક હોવાનું રોકાણકારો માનવા લાગ્યા હોવાથી ક્રીપ્ટોકરન્સીની માગ વધી છે.

રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ હજી ચાલુ રહેતાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ ફરીથી વધીને પ્રતિ બેરલ 120 ડૉલર થઈ ગયા છે. વિશ્લેષકોનું કહેવું છે કે નજીકના ભવિષ્યમાં ક્રૂડના ભાવ ઉંચા રહેવાની શક્યતા છે.

છેલ્લા પખવાડિયામાં 2.6 અબજ ડૉલર મૂલ્યના બિટકોઇન અને 49.2 કરોડ ડૉલર મૂલ્યના ઈથેરિયમને એક્સચેન્જમાંથી બહાર કાઢવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે રોકાણકારો લાંબા ગાળા માટે આ ક્રીપ્ટોકરન્સી પોતાની પાસે રહેવા દેવા માગે છે.

દરમિયાન, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.69 ટકા (1,659 પોઇન્ટ) વધીને 63,164 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 61,504 ખૂલીને 63,642 સુધીની ઉપલી અને 61,033 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
61,504 પોઇન્ટ 63,642 પોઇન્ટ 61,033 પોઇન્ટ 63,164

પોઇન્ટ

ડેટાનો સમયઃ 24-3-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)