નવી દિલ્હીઃ આરબીઆઈએ કહ્યું છે કે બેંક અથવા નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓ સામાન્ય ઉપભોક્તાઓ દ્વારા ફ્લોટિંગ દર લેવામાં આવેલા ઋણને સમય પહેલા ચૂકવણી કરીને ખાતુ બંધ કરવા માટે કોઈ શુલ્ક લઈ ન શકે.
આરબીઆઈએ બે અલગ-અલગ નોટિફીકેશન જાહેર કરીને બેંકો તેમજ એનબીએફસી દ્વારા આ સંદર્ભમાં વસૂલવામાં આવી રહેલા શુલ્ક પર સ્થિતી સ્પષ્ટ કરી છે. તેણે કહ્યું છે કે કોઈ વ્યક્તિ વ્યાપારથી અલગ અન્ય ઉદ્દેશ્ય માટે ફ્લોટિંગ દર લેવામાં આવેલા ઋણ માટે બેંક તેમજ એનબીએફસી સમયથી પહેલા ચૂકવણી કરીને ખાતુ બંધ કરવા માટે વધારે ચાર્જ ન કરી શકે.
કેન્દ્રીય બેંકના આ નોટિફિકેશનથી આવાસ તેમજ વાહન ઋણ લેનારા લોકોને મોટી રાહત પ્રાપ્ત થશે. ઘણીવાર ઉપભોક્તા પોતાનું દેવું ચૂકવીને વ્યાજ બચાવવા ઈચ્છતા હોય છે, પરંતુ આના માટે થતો ચાર્જ એટલો વધારે હોય છે કે મોટાભાગના ગ્રાહકો પોતાનું મન બદલી લેતા હતા. સાથે જ ઉચ્ચ શિક્ષણ તેજ પ્રાઈવેટ લોન લેનારા ગ્રાહકોને ફાયદો થશે.
આરબીઆઈએ સાત બેંકો પર અલગ-અલગ દિશા-નિર્દેશો અને નિયમોના ઉલ્લંઘન મામલે કુલ 11 કરોડ રુપિયા દંડ લગાવ્યો છે. કેન્દ્રીય બેંકે જણાવ્યું કે તેણે અલ્હાબાદ બેંક તેમજ બેંક ઓફ મહારાષ્ટ્ર પર બે-બે કરોડ રુપિયા, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન ઓવરસીઝ બેંક તેમજ યૂનિયન બેંક ઓફ ઈન્ડિયા પર દોઢ-દોઢ કરોડ રુપિયાનો દંડ લગાવ્યો છે.
આ બેંકોના તે જ ખાતાઓની તપાસ દરમિયાન ખ્યાલ આવ્યો કે આ લોકોએ ચાલૂ ખાતા ખોલવા, ચાલૂ ખાતાઓના પરિચાલન, બિલો પર ડિસ્કાઉન્ટ અને ફરીથી ડિસ્કાઉન્ટ, ફ્રોડના વર્ગીકરણ અને રિપોર્ટિંગ, ફંડના અંતિમ ઉપયોગની દેખરેખ તેમજ બેલેન્સ શીટની તારીખ પર જમા સંબંધી દિશા-નિર્દેશોનું ઉલ્લંઘન કર્યું છે.