સિડનીઃ ઓસ્ટ્રેલિયાની એક કોર્ટના નિર્ણયથી ઘણા વર્તમાન અને પૂર્વ ક્રિકેટરો સામે આર્થિક સંકટ ઉભુ થયું છે. હકીકતમાં કોર્ટે સિડની સ્થિત એક સ્પોર્ટ્સ કંપની દ્વારા બાકી રકમ ન ચૂકવી શકવા પર વેચવાનો નિર્ણય કર્યો છે. કોર્ટના આ નિર્ણયથી કંપની સાથે કરાર કરનારા ઘણા ક્રિકેટરોને કોન્ટ્રાક્ટ અંતર્ગત મળનારાં નાણાં પર સંકટના વાદળો મંડરાઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે આ મામલો જાણીતી સ્પોર્ટ્સ કંપની સ્પાર્ટન સાથે જોડાયેલો છે. સ્પાર્ટન સાથે 30થી પણ વધારે ક્રિકેટર્સે કરાર કરેલો છે જેમાં એમએસ ધોની, સચિન તેંડુલકર, ક્રિસ ગેલ અને ઈયોન મોર્ગન જેવા દિગ્ગજોના નામનો સમાવેશ થાય છે. હવે જો કોર્ટના નિર્ણય અંતર્ગત સ્પાર્ટન કંપની સાથે જોડાયેલી એક કંપનીને લિક્વિડેટેડ કરી દેવામાં આવે છે તો આ ક્રિકેટરોના કરારના પૈસા ડૂબી શકે છે.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર સિડની સ્થિત કંપનીમાં ભારતીય વ્યાપારી કુણાલ શર્મા ભાગીદાર છે. આ કંપનીએ ક્રિકેટની દુનિયાના ઘણા નામો સાથે કરોડો રુપિયાના કરાર કરેલા છે. પરંતુ કંપની દ્વારા ચૂકવણી ન કરી શકવાનો ખુલાસો તે સમયે થયો જ્યારે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્ક,જેમની કંપની સાથે બેટ સ્પોન્સરશિપની ડીલ હતી, પેમેન્ટ ન મળવા પર પોતાના બેટ પર કંપનીના લોગોનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું હતું. આ પ્રકારના પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીને કંપનીએ બેટ સ્પોન્સરશિપને લઈને વર્ષ 2013થી 2016 વચ્ચે 4 હપ્તામાં આશરે 20 કરોડ રુપિયાની ચૂકવણી કરી, પરંતુ ત્યારબાદ કંપની ડિફોલ્ટ થવાને લઈને પેમેન્ટ ન કરી શકી.
સચીન તેંડુલકરે તો સ્પાર્ટન સાથે મળીને થોડા વર્ષ પહેલા જ સ્પાર્ટન સ્પોર્ટ્સવેર અને ક્રિકેટ ઈક્વીપમેન્ટ લોન્ચ કર્યું હતું. હવે કંપનીના લિક્વિડેટિડ કરવાના કોર્ટના આદેશ બાદ ખેલાડીઓના સામે પેમેન્ટનું સંકટ ઉભુ થયું છે. આ પહેલા સ્પાર્ટન સ્પોર્ટ્સ કંપનીની ટ્રેડિંગ કંપની SSG ઓસ્ટ્રેલિયા પ્રાઈવેટ લીમિટેડને પણ એસ્ટ્રેલિયાની કોર્ટે વેચવાનો આદેશ આપ્યો હતો. મૂળ કંપની સ્પાર્ટન સ્પોર્ટ્સ પર આશરે 60 કરોડ રુપિયા બાકી છે. આવામાં જો કંપની વિરુદ્ધ લિક્વિડેશનની પ્રક્રિયા શરુ થાય છે તો ક્રિકેટરોના કરોડો રુપિયા ડૂબી શકી છે.