નવી દિલ્હીઃ 2018માં અનૈતિક ગડબડીઓ માટે પદપરથી હટાવી દેવામાં આવેલા ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર્સની સંખ્યા સૌથી વધારે રહી. સીઈઓ પર્ફોર્મન્સ પર ધારિત પીડબલ્યૂસીના તાજા રિપોર્ટમાં આ તથ્ય પણ સામે આવ્યું કે ગત વર્ષે ઘણા સીઈઓઝનો કાર્યકાળ ઘટાડવામાં આવ્યો અને આવા અધિકારીઓની સંખ્યા વર્ષ 2000 બાદ સૌથી વધારે રહી છે.
વર્ષ 2018માં કંપનીમાંથી કાઢવામાં આવેલા સીઈઓન સંખ્યા આ સદીની સૌથી મોટી સંખ્યાની આસપાસ પણ નથી. હકીકતમાં 8008 માં પદ પરથી હટાવવામાં આવેલા સીઈઓઝમાં 5.1 ટકા પર અનૈતિક આચરણનો આરોપ લાગ્યો હતો. જો કે 2009 બાદ છેલ્લા 10 વર્ષમાં હટાવવામાં આવેલા સીઈઓઝની સંખ્યા પણ સૌથી વધારે રહી. સૌથી મહત્વની વાત એ છે કે આ સીઈઓઝને નાણાકિય મામલાઓમાં ગડબડિઓના કારણે નહી પરંતુ નૈતિક આધાર પર પદ પરથી દૂર કરવામાં આવ્યા છે.
વર્ષ 2007 થી 2016 વચ્ચે એવા મામલાઓ આવ્યા જેનાથી ખ્યાલ આવે કે કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ્સમાં નૈતિકતા જોવા મળી હતી. તે જ દરમિયાન અનૈતિક આચરણ માટે હટાવવામાં આવેલા સીઈઓઝની સંખ્યામાં 36 ટકાનો વધારો થયો છે. વર્ષ 2007 થી 2011 વચ્ચે આવા 3.9 મામલાઓ 2012 થી 2016 વચ્ચે વધીને 5.3 ટકા પર પહોંચી ગયા હતા.
છેલ્લા 19 વર્ષમાં સીઈઓનો સરેરાશ કાર્યકાળ 37.5 ટકા ઘટ્યો છે. વર્ષ 2000માં એક સીઈઓનો સરેરાશ કાર્યકાળ 8 વર્ષ અથવા તેનાથી વધારેનો હોય છે જે વર્ષ 2018માં ઘટીને પાંચ વર્ષનો થઈ ગયો. આનું પરિણામ એ આવ્યું કે વર્ષ 2018માં સીઈઓઝની સૌથી વધારે શોધ થઈ.