યુરોપીય દેશોને ભારતીય દ્રાક્ષ ભાવી, નિકાસ વધી, જોકે…

નવી દિલ્હીઃ ભારતીય દ્રાક્ષની મીઠાશ આખી દુનિયાને ભાવી રહી છે. ખાસ કરીને યુરોપીયન દેશો તો આના દીવાના છે. ત્યારે આને લઈને આ વર્ષે યૂરોપમાં દ્રાક્ષની નિકાસમાં 31 ટકા જેટલો વધારો થયો છે. તો આ સાથે જ રશિયા, ચીન અને અન્ય દેશોની નિકાસમાં પણ 25 થી 30 ટકા જેટલી વૃદ્ધિ થવાની શક્યતા છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે આમ છતાં ખેડૂતોને દ્રાક્ષના પૈસા ઓછાં મળ્યાં છે.

કૃષિ અને પ્રસંસ્કૃત ખાદ્ય વિકાસ એજન્સી અનુસાર ભારતની દ્રાક્ષની નિર્યાત 2018-19માં 1,21,469 ટન થઈ ગઈ. વર્ષ 2017-18માં આ 92,286 ટન હતી. ભારતથી યૂરોપને થયેલી દ્રાક્ષની નિર્યાતમાં નેધરલેન્ડ, યૂકે અને જર્મનીની ભાગીદારી 90 ટકા રહી. ભારતને વર્ષ 2017-18માં યૂરોપને 1900 કરોડ રુપિયાની દ્રાક્ષની નિકાસ કરી. ઓક્ટોબરથી મે સુધી ચાલનારી ખેતીની સીઝનમાં ભારતે માર્ચ થી મે સુધીના સમયગાળામાં યુરોપમાં વ્હાઈટ ગ્રેપ્સના બજારમાં પોતાની ભાગીદારી 70 ટકા કરી દીધી છે. નિર્યાતક હવે સારી ગુણવત્તા વાળી દ્રાક્ષ પર ફોકસ કરી રહ્યા છે. આ દ્રાક્ષની બજારોમાં વધારે માગ છે.

નાસિક સ્થિત સહ્યાદ્રી ફાર્મ્સના અધ્યક્ષ વિલાસ શિંદેએ જણાવ્યું કે ફેબ્રુઆરીના મધ્યથી માર્ચ સુધી દ્રાક્ષની કીંમતો વધારે સપ્લાયના કારણે માર્ચમાં ઓછી થઈ ગઈ હતી. 5 કિલો દ્રાક્ષના એક બોક્સ માટે 9 થી 10 યૂરો અપેક્ષિત મુલ્યના મુકાબલે અમારે તેને 5 થી 7 યૂરોની કીંમત પર વેચવું પડ્યું. આ કંપની ભારતની શીર્ષ નિર્યાતક છે. શિંદેએ કહ્યું કે યૂરોપમાં કીંમતોમાં ઘટાડો થવાના કારણે, ખેડૂતોને દ્રાક્ષના ભાવ ઓછા મળ્યા. જો કે એપ્રિલમાં સ્થિતીમાં સુધારો આવ્યો. ઓલ ઈન્ડિયા ગ્રેપ એક્સપોટર્સ એસોસિએશનના અધ્યક્ષ જગન્નાથ ખાપરે કહ્યું કે તેમનું માનવું છે કે રશિયા અને અન્ય દેશોને દ્રાક્ષની નિકાસમાં 25-30 ટકા વૃદ્ધિ થવી જોઈએ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]