સેન ફ્રાન્સિસ્કોઃ હેન્ડસેટ બિઝનેસમાં ટેક્નોલોજી ક્ષેત્રની અગ્રગણ્ય કંપની એપલે જબ્બર નફો અને આવક હાંસલ કર્યા છે. વર્ષ 2021ના બીજા ક્વાર્ટરમાં દુનિયાભરમાં હેન્ડસેટની માર્કેટનો 75 ટકા હિસ્સો એપલે કબજે કર્યો હતો.
માર્કેટ રિસર્ચ કંપની કાઉન્ટરપોઈન્ટના જણાવ્યા મુજબ, એપલે વૈશ્વિક સ્તરે હેન્ડસેટની ડિલીવરી ભરે 13 ટકા કરી છે, તે છતાં એણે 40 ટકા આવક પ્રાપ્ત કરી છે. 2020ના ચોથા ક્વાર્ટરમાં એપલની આવક 50 ટકા હતી, જે 2020ના ત્રીજા ક્વાર્ટરમાં 28 ટકા હતી. કંપનીનો નફો અધધધ રીતે વધીને 86 ટકા થયો હતો, જે વધારો પાછલા વર્ષના આ જ ક્વાર્ટરની તુલનાએ 51 ટકા હતો.
