મુંબઈ: બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 408મી કંપની તરીકે એમ્બો એગ્રીટેક લિમિટેડ લિસ્ટ થઈ છે. એમ્બો એગ્રીટેકે રૂ.10ની મૂળ કિંમતના 34 લાખ ઈક્વિટી શેર્સ શેરદીઠ રૂ.30ની કિંમતે ઓફર કરી રૂ. 10.20 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો ઈશ્યુ 24 નવેમ્બર, 2022ના રોજ સંપન્ન થયો હતો.
એમ્બો એગ્રીટેક લિમિટેડ પશ્ચિમ બંગાળસ્થિત કંપની છે, જેની રજિસ્ટર્ડ ઓફિસ કોલકાતામાં છે. કંપની બિસ્કિટ્સનું ઉત્પાદન કરે છે અને ખાદ્ય તેલો, વનસ્પતિ અને બંગાળી પ્રોડક્ટ્સનું થર્ડ પાર્ટી દ્વારા ઉત્પાદન કરે છે. એ ઉપરાંત કંપની ક્રૂડ લીનસીડ ઓઈલ અને સોયાબીન મીલનું ટ્રેડિંગ કરે છે. એમ્બો એગ્રીટેક બિસ્કિટ્સના ઉત્પાદન માટે પ્રીમિયમ ક્વોલિટીનો કાચો માલ વાપરે છે અને વનસ્પતિ તેમ જ ખાદ્ય તેલોના ઉત્પાદન માટે કાચા માલની આયાત કરે છે.
કોલકાતાસ્થિત ફિનશોર મેનેજમેન્ટ સર્વિસીસ લિમિટેડ એમ્બો એગ્રીટેકની લીડ મેનેજર હતી.
અત્યાર સુધીમાં બીએસઈ એસએમઈ પરથી 156 કંપનીઓ મેઈન બોર્ડમાં સ્થળાંતર કરી ગઈ છે. બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પરથી 407 કંપનીઓએ રૂ.4,491.75 કરોડ એકત્ર કર્યા છે, જેમનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન 1 ડિસેમ્બર 2022ના રોજ રૂ.64,000 કરોડ રહ્યું હતું. બીએસઈ આ ક્ષેત્રે 61 ટકા બજાર હિસ્સા સાથે મોખરે છે.