મુંબઈઃ આદિત્ય બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફંડની ઇન્વેસ્ટમેન્ટ મેનેજર આદિત્ય બિરલા કેપિટલ લિ.ની પેટાકંપની અને આદિત્ય બિરલા સન લાઇફ એએમસી લિમિટેડે મલ્ટી એસેટ એલોકેશન ફંડ અંગે ઇન્વેસ્ટર એજ્યુકેશન કેમ્પેન શરૂ કર્યું છે. આ કેમ્પેનનો હેતુ રોકાણકારોને ઇક્વિટી, ડેબ્ટ અને ગોલ્ડ જેવાં અલગ અલગ એસેટ ક્લાસમાં રોકાણનાં લાભો અંગે શિક્ષીત કરવાનો છે.
એસેટ એલોકેશન મહત્વનું છે કારણ કે તે અલગ અલગ એસેટ ક્લાસમાં રોકાણ કરીને વૈવિધ્યતા પૂરી પાડે છે અને તેમનાં દ્વારા આપવામાં આવતા અલગ અલગ વળતરની વિવિધ રેન્જનો લાભ આપે છે.
ઇન્વેસ્ટર એજ્યુકેશન કેમ્પેન અંગે ટિપ્પણી કરતા આદિત્ય બિરલા સન લાઇફ એએમસી લિ.ના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ એ બાલાસુબ્રમણિયને જણાવ્યું હતું કે, “અમે મલ્ટી એસેટ એલોકેશનની સમજ આપવા ઇન્વેસ્ટર એજ્યુકેશન કેમ્પેન લોંચ કરતાં ખુશી અનુભવીએ છીએ. (કેમ્પેનમાં મલ્ટી એસેટ એલોકેશન ફંડ કેટેગરીમાં રોકાણ કરીને ત્રણ એસેટ ક્લાસનાં લાભનો જાદુ દર્શાવાય છે) મલ્ટી એસેટ ઇન્વેસ્ટમેન્ટ એપ્રોચમાં રોકાણકારો ઇક્વિટી, ડેબ્ટ અને ગોલ્ડમાં રોકાણ કરી શકે છે.
આદિત્ય બિરલા કેપિટલ લિ.ના ચીફ સ્ટ્રેટેજી ઓફિસર અને હેડ ઓફ ઇન્વેસ્ટર રિલેશન્સ વિજય દેશવાલે જણાવ્યું હતું કે, “અમારાં ઇન્વેસ્ટર એજ્યુકેશન કેમ્પેનનો હેતુ રોકાણકાર કઈ રીતે સ્થિર પોર્ટફોલિયો બનાવી શકે અને પોર્ટફોલિયોનાં કાળજીપૂર્વક વૈવિધ્યીકરણ દ્વારા સાતત્યપૂર્ણ વૃધ્ધિ સુનિશ્ચિત કરવાનો છે. તેમાં ‘ત્રણ એસેટ ક્લાસની તાકાત’ છે.
આ ઇન્વેસ્ટર એજ્યુકેશન કેમ્પેન એવા મહત્વનાં સમયે આવ્યું છે જ્યારે માર્કેટ વોલેટિલિટી અને આર્થિક અનિશ્ચિતતાને કારણે રોકાણકારોએ રોકાણ માટે કાળજીપૂર્વક અને વૈવિધ્યીકૃત અભિગમ અપનાવવો જરૂરી છે.