અદાણી ગ્રુપને શ્રીલંકામાં બે પ્રોજેક્ટ સ્થાપવાની મંજૂરી મળી

કોલંબોઃ શ્રીલંકામાં અદાણી ગ્રુપને વિન્ડ પાવર પ્રોજેક્ટ સ્થાપવા માટે કામચલાઉ મંજૂરી મળી છે. આ મંજૂરી અદાણી ગ્રીન એનર્જીને શ્રીલંકાના ઉત્તરીય ભાગમાં બે વિન્ડ પાવર પ્રોજેક્ટ સ્થાપવા માટે આપવામાં આવી છે.

કંપની આ પાવર પ્રોજેક્ટ માટે રૂ. 50 કરોડ ડોલરનું મૂડીરોકાણ કરશે, એમ શ્રીલંકાના વીજપ્રધાન કંચના વિજેસેકરાએ જણાવ્યું હતું.

તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે રિન્યુએબલ પાવર પ્રોજેક્ટ માટેની પ્રગતિ માટે તેમણે સિલોન ઇલેક્ટ્રિસિટી બોર્ડ (CEB)ના અધિકારીઓ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સત્તાવાળાઓ સાથે વિચારવિમર્શ કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે કંપનીને મન્નારમાં 286 મેગાવોટ અને પૂનરરીમાં 234 મેગાવોટના પ્રોજેક્ટ માટે રૂ. 50 કરોડ ડોલરથી વધુના મૂડીરોકાણ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે, એમ તેમણે કહ્યું હતું.