અદાણી ગ્રુપે હિંડનબર્ગના બધા 88 સવાલોના જવાબ આપ્યા

નવી દિલ્હીઃ અમેરિકી કંપની હિંડનબર્ગનો રિપોર્ટ સામે આવ્યા પછી અદાણી ગ્રુપના શેરોમાં ભારે ઘટાડો આવ્યો છે. હિંડનબર્ગે રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર માર્કેટમાં હેરફેર અને એકાઉન્ટમાં છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો છે. હિંડનબર્ગના રિપોર્ટ પર પલટવાર કરતાં અદાણી ગ્રુપે એ આરોપોને નિરાધાર અને ભ્રામક બતાવ્યા છે. હિંડનવર્ગ દ્વારા ઉઠાવવામાં આવેલા બધા 88 સવાલોના આપ્યા છે, જેમાં ઓડિટર્સ યુવા ઉમરને પણ સામેલ કરી છે.

રિસર્ચ કંપનીએ રિપોર્ટમાં અદાણી ગ્રુપની કંપનીઓના શેરોના ઊંચા મૂલ્યાંકનને કારણે હાલના સ્તરોથી નીચે આવવાની સંભાવના વિશે ચિંતા કરી છે. હિંડનવર્ગે ગ્રુપના દેવા માટે શેરોને ગિરવી રાખવા માટેના ઊંચાં દેવાની આલોચના કરી છે અને ઓડિટર્સની કામગીરીને વખોડી કાઢવામાં આવી છે.  જેના પર ગ્રુપે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે અદામીનો પોર્ટફોલિયો આંતરિક ઓડિટના કન્ટ્રોલમાં છે અને લિસ્ટેડ કંપનીઓ એક નક્કર વહીવટી માળખા હેઠળ છે. 

હિંડનબર્ગના 413 પાનાંના રિસર્ચ રિપોર્ટના જવાબમાં અદાણીએ હિંડનબર્ગને શોર્ટ સેલર ગણાવ્યા છે. અદાણીના નિવેદન મુજબ અદાણી પોર્ટફોલિયો અને અદાણી ગ્રુપ વૈશ્વિક અર્થતંત્રને અનુરૂપ અને રાષ્ટ્રના નિર્માણ કરવા માટે પ્રતિબદ્ધ છે. અદાણીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અદાણી શેરોમાં શોર્ટ પોઝિશન રાખવાથી શેરોમાં મંદીની આશંકા છે. 24 જાન્યુઆરીનો રિપોર્ટ પ્રકાશિત થયા પછી અદામી શેરો ઘટાડાતરફી છે, જેથી હિંડનબર્ગે મોટા પાયે નાણાંથી અદાણીના શેરોમાં વેચવાલી કરી છે.

અદાણીએ પ્રતિક્રિયામાં દસ્તાવેજોને ખોટી માહિતી ફેલાવવાનું ષડયંત્ર ગણાવ્યું છે અને આરોપોને નિરાધાર બતાવ્યા છે. અદાણી ગ્રુપે 413 પાનાંના રિપોર્ટમાં હિંડનબર્ગ દ્વારા ઉઠાવવામાં આવેલા બધા 88 સવાલોના જવાબ આપ્યા છે.