આઇસી15 ઇન્ડેક્સમાં નજીવો 54 પોઇન્ટનો ઘટાડો 

મુંબઈઃ રશિયા અને યુક્રેન વચ્ચેની લડાઈને લીધે સમગ્ર વિશ્વમાં પુરવઠાતંત્ર પર વિપરીત અસર થઈ છે. એવામાં અમેરિકામાં ફુગાવો વધવાને પગલે સ્ટેગફ્લેશનની સ્થિતિ આવી જવાની આશંકા છે. એક બાજુ ફુગાવાનો તથા બેરોજગારીનો ઉંચો દર અને બીજી બાજુ આર્થિક વૃદ્ધિની મંદ ગતિ એ બન્ને સ્થિતિ ભેગી થાય ત્યારે સ્ટેગફ્લેશન કહેવાય છે. આ સ્થિતિમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે એવી સંભાવનાને પગલે ક્રીપ્ટોકરન્સીમાં અનિશ્ચિતતાભરી સ્થિતિ છે.

આગામી મહિનાઓમાં વૈશ્વિક સ્તરે તથા અમેરિકામાં ફુગાવો વધવાની રોકાણકારોને ભીતિ છે. અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે ફેડરલ રિઝર્વ આ વર્ષે લગભગ છ વખત વ્યાજદરમાં વધારો કરશે.

પ્રાપ્ત માહિતી મુજબ, રોકાણકારોએ અમેરિકાના ફુગાવાના આંકડા જાહેર થવા પહેલાં 140 મિલ્યન ડોલરની લોંગ પોઝિશન લિક્વિડેટ કરી છે. તેમાંથી લગભગ 50 ટકા પોઝિશન બિટકોઇનમાં હતી.

પાછલા ચોવીસ કલાકમાં બિટકોઇન 39,100ની નજીક રહ્યો છે. ઈથેરિયમ પણ 2,600ની આસપાસ ચાલી રહ્યો છે.

દરમિયાન, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.10 ટકા (54 પોઇન્ટ) ઘટીને 56,439 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 56,493 ખૂલીને 57,402 સુધીની ઉંચી અને 55,688 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
56,493 પોઇન્ટ 57,402 પોઇન્ટ 55,688 પોઇન્ટ 56,439

પોઇન્ટ

ડેટાનો સમયઃ 11-3-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]